Book Title: Jain Sahitya Samaroha Guchha 2
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
-૨૫૪
જૈન સાહિત્ય સમારોહ - ગુચ્છ ૨
-ભનની અસરો જે પહેલાં વધુ થતી હતી તે હવે ઘટતી થયાનું
અનુભવાશે અને આખરે સવાશે આંતરિક શુદ્ધિ થતાં નિમિત્તોની પ્રભની અસરોથી સર્વથા મુક્ત થઈ જવાશે.
* આ બધું સમજીને પ્રલેભનેથી દૂર જ રહેવું કે તેની વચ્ચે રહીને જીવવું તે એકાકી નિર્ણય નહિ રાખતાં “ભડકીએ ત્યાંથી દૂર ભાગવું' એ સૂત્ર મુજબ ચિત્તમાં સ્વસ્થતા ટકી રહે એટલે અંશે જ પ્રલોભને વચ્ચે રહેવું કે તેમની સામે લડવું એ જ સાચું વલણ ગણાય. આનું બાહ્ય ચિત્ર એવું બનશે કે આવી પદ્ધતિમાં સાધક વિવેકપ્રધાન દષ્ટિ જાગ્રત રાખીને શરૂઆતમાં તે પ્રલેશનેથી સુદૂર રહેવાનું નિયમપ્રધાન જીવન અપનાવશે. આંતરિક ઉપાદાને કારણેની જેટલી શુદ્ધિ થતી જશે તેટલે અંશે પ્રલોભને વચ્ચે જીવવાની તેની શક્તિમાં વધારો થતો જશે. તેથી નિયમપ્રધાન જીવન ઘટતું જશે એટલે કે નિયમોના પાલનની આવશ્યકતા ધટતી જશે. - જેને ઉપાદાન અને નિમિત્ત-કારણની યથાર્થ સમજ વતે
છે. અને તેથી જ જે સત્વશદ્ધિના પરષાર્થમાં લાગેલો રહે છે તેને પ્રલોભનોને કેટલી હદે સામે આવવા દેવાં તેનો નિર્ણય કરવાની વિવેકશક્તિ મળી જ રહે છે. તેથી તે બચેલે રહી શકે. તેટલા અંશે જ પ્રલોભને વચ્ચે જીવશે અર્થાત પ્રલોભનોને મુકાબલે કરવા છતાં તેનું કદી પતન નહિ થાય.
- નવ વાડ જેમ નિયમોનું મહત્ત્વ સૂચવે છે તેમ તેની મર્યાદાનું સૂચન પણ “વાડ” શબ્દમાંથી મળી જાય છે. બકરી, ગાય નાના છોડને નાશ ન કરે તે માટે તેને વાડની જરૂર રહે છે. એ જ -છેડ ક્રમશઃ મેટું વૃક્ષ બને છે ત્યારે વાડ તેના વિકાસને ઊલટી અવરોધક બને છે. તેથી તેને દૂર કરવામાં આવે છે. બ્રહ્મચર્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org