Book Title: Jain Sahitya Samaroha Guchha 2
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
જૈન સાહિત્ય સમારોહ- ગુચછ ૪ કાવ્ય શૃંગારચિત્રણથી મહદંશે દૂર રહ્યાં છે જેન અને હિંદુ સ્તોત્રો વચ્ચે એક મુખ્ય ભેદ છે.
સાતમી સદી ઑત્રકાવ્યનો સુવર્ણયુગ છે. આ સદીના ત્રણ મૂર્ધન્ય સ્તોત્રકારે જૈનાચાર્ય માનતુંગ અને હિંદુ ધર્મના બાણભદ અને મયુરભદ સ્તોત્રસાહિત્યના ઇતિહાસમાં જાજવલ્યમાન પ્રતિમા ઓ છે. તેમની લેખિનીમાંથી સાહિત્યિક સમૃદ્ધિથી સંપન્ન સ્તોત્રોનું નિર્માણ થાય છે.
આચાર્ય માનતુંગને સમય અનિશ્ચિત છે. સામાન્યતઃ તેમને કાદંબરી'ના કર્તા બાણભટ્ટના સમકાલીન (સાતમી સદી) માનવામાં આવે છે. વસંતતિલકા છંદના ૪૪ કે ૪૮ લેકના તેમના ભક્તામર સ્તોત્ર'માં ઋષભદેવની પ્રશંસા છે. માનતુંગની દષ્ટિએ ઋષભદેવ તે સૌંદર્યનિધિ છે. આનું જૈન દષ્ટિએ કાવ્યાત્મક કારણ કવિ. કલ્પે છે : “હે જિનેન્દ્ર, આપના દેહની રચના જે પુદ્ગલેથી થઈ છે, તે પુદ્ગલ સંસારમાં એટલાં જ હતાં. જે અધિક હેત, તો આપના જેવું રૂપ અન્યનું પણ હેત વાસ્તવમાં આપના જેવું. સુંદર પૃથ્વી પર કોઈ નથી” (શ્લો. ૧૨). દેવમુખ તો ચંદ્રમુખથી પણ ઉત્કૃષ્ટ છે. કવિઓએ આપેલ ઉપમાનને ગલત ઠરાવતાં
સ્તોત્રકાર કહે છેઃ હે જિનેન્દ્ર ચંદ્રમા તિકલંકી છે કે જે દિવસે ફિક્કો પડે છે જયારે આપનું મુખ તો હંમેશ નિષ્કલંક અને તેજસ્વી છે. તેથી જ વિદ્વાનોની ઉપમા ખોટી છે –
वक्त्रं क्व ते सुरनरोरगनेत्रहारी ( નિઃ શનિતિનપારિત્રયોપમાનમ્ . विम्ब कलङ्कमलिन क्व निशाकरस्य
ય વાસરે મતિ પાટુ પાણg - ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org