Book Title: Jain Sahitya Samaroha Guchha 2
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
અહિંસાનાં પરિમાણુ
૩૦૫ પ્રાણીઓનાં આંતરડાંની લંબાઈ ઓછી હોય છે, અને પાચનતંત્ર માંસભક્ષણને અનુકૂળ હોય છે. જ્યારે માનવીનાં આંતરડાં અને પાચનતંત્ર શાકાહારને જ અનુકૂળ છે. વિજ્ઞાને સિદ્ધ કર્યું છે કે વાંદરાં અને લંગુર, જેઓ શાકાહારી છે. એમની આંતરિક અને બાહ્ય રચતા માનવીને ઘણું મળતી આવે છે.
જેમ હિંસાની વૃત્તિ કેળવવી પડે છે, તેમ જ માંસાહારની વૃત્તિ પણ કેળવવી પડે છે. એ પ્રકૃતિદત નથી.
માંસાહાર, નૈતિક અને કરુણાની ભાવનાના દિવસ ઉપરાંત માનવી માટે સ્વાસ્થયની દૃષ્ટિએ પણ હાનિકારક છે. વૈજ્ઞાનિક પરીક્ષણેથી પુરવાર થયું છે કે માંસાહારથી કેન્સર, ક્ષય, લક પથરી, આંતરડાના રોગો, અનિદ્રા, શિર-દર્દ વગેરે રોગ ઉત્પન થાય છે. મુંબઈની તાતા કેન્સર હોસ્પિટલના ડો. જસાવાલાએ બ્રિટનમાં આ દિશામાં થયેલા પ્રયોગની વાત કહી છે. એમણે કહ્યું છે કે પાંચ પાંચ વિદ્યાર્થીઓનાં બે જૂથમાંથી એક જૂથને શાકાહારી, અને એક જૂથને માંસાહારી ખોરાક આપવામાં આવ્યું. ખેરાક સાથે રંગબેરની નાની નાની લખોટીઓ પણ ખવડાવવામાં આવી. શાકાહારી જૂથના વિદ્યાર્થીઓના દસ્તમાં એ લખોટીઓ બીજે જ દિવસે સાંજ સુધીમાં બહાર આવી ગઈ. જયારે માંસાહારી જૂથના વિદ્યાર્થીઓના દસ્તમાં એ લપેટીઓ બહાર આવતાં ત્રણ-ચાર કે પંચ દિવસનો સમય લાગી ગયા. એના પરથી એ તારણ નીકળ્યું કે માંસાહારી ખોરાક પેટ કે આંતરડામાં પાંચ દિવસ સુધી પણ રહે છે, અર્થાત સડે છે, અને ઘણુ રોગને જન્મ આપે છે.
ભગવાન બુદ્ધના સંસર્ગમાં આવ્યા પછી પાયથાગેરસે શાકાહાર અપના અને એને ખૂબ પ્રચાર કર્યો. આજે તે અનેક સંસ્થાઓ દ્વારા ભારતમાં તેમજ વિદેશમાં શાકાહારને વ્યાપક પ્રચાર થઈ ૨ો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org