Book Title: Jain Sahitya Samaroha Guchha 2
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૩૧૦
જેન સાહિત્ય માહ– ગુચ્છ ?
અભયદાનઃ
ભગવાન મહાવીરના પ્રથમ ઉત્તરાધિકારી શ્રી સુધર્માસ્વામીએ કહ્યું છે. દાણુણ સેઠ અભયાયાણું' અર્થાત સર્વ દાનમાં અભયદાન શ્રેષ્ઠ છે. અભયદાન એટલે કોઈ મરતા પ્રાણીને બચાવવું, કઈ સંકટમાં પડેલા જીવને ઉદ્ધાર કરવો, કેઈ ભયભીત જીવને ભયમુક્ત કરવો. અભયદાન એ સહેલી વસ્તુ નથી. અભયદાનમાં ક્યારેક પિતાના પ્રાણની આહુતિ પણ આપવી પડે છે. આચાર્ય અમિતગતિએ ઉપાસકાચારમાં કહ્યું છે, “અભયદાન પામીને પ્રાણી ને જે સુખ ઊપજે છે, એવું સુખ સંસારમાં કયાંય હેતું નથી.”
તપસ્વી મહાવીરે સાડા બાર વર્ષ દીર્ધ તપ કર્યું, અનેક પરિષહે સહ્યાં, પણ કોઈ જીવમાત્રની હિંસા કરી નહીં. જીવહિંસા ન કરવી એમાં સમગ્ર તપનો સમાવેશ થઈ જાય છે.
માત્ર હિંસાથી જ અનેક પાપની વણઝારને પ્રારંભ થાય છે.
ગાંધીજીએ કહ્યું છે “જીવન ટકાવી રાખવા માટે પણ બેજવાબાર સાધનને ઉપયોગ ન કરવો જોઈએ.” સંગીતને પ્રભાવ :
હૃદયમાં કઈ ભાવ એવા નથી હોતા જે સંગીતમાં વ્યક્ત ન થઈ શકે. શબ્દથી પહેલાં સંગીતની, નાદબ્રહ્મની ઉત્પત્તિ થઈ. સંગીતને પ્રાથમિક વિનિયોગ પ્રભુની સ્તુતિ માટે થયે, અને આજ પર્યત ભક્તિરસમાં સંગીત પ્રધાનપણે હોય છે. વનસ્પતિથી માનવ સુધી સંગાતને પ્રચંડ પ્રભાવ પડે છે. હૈયાના અંતઃસ્તલ સુધી સંગીત પહેાંચી શકે છે અને જ્ઞાનતંતુઓ પર એની સીધી અસર થાય છે.
શાસ્ત્રીય સંગત જેમાં શુદ્ધ સૂર ઘૂંટાયેલા હેય એની અસરથી ચિત્તમાં શાંતિ અને ઉલાસ પ્રગટે છે, સાધનાને પુષ્ટિ મળે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org