Book Title: Jain Sahitya Samaroha Guchha 2
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૩૧૬
જૈન સાહિત્ય સમારોહ – ગુચ્છ ૨ કરી પીરસે છે. બીજી વાર રાંધવાની વાત નહતી. છેકરાને મનથી સ તેષ છે. - તે જ રાતે પેટમાં દુખતાં છોકરો મરી જાય છે. પણ છેલ્લે સુધી આજનો દિવસ સફળ ગયાને આનંદ રહ્યો.
એ છોકરાના મનોભાવ-હાવભાવ જોયા ? કડકડાટ કથા બોલી જાઓ તો કદાચ ચૂકી જવાય. કારણ મૂળ કથા તો શાલિભદ્રના ગુણગાન માટે છે. પણ આ ગોવાળિયાની કથા જરાય ઊતરતી નથી. | મિત્રો વચ્ચે અપમાનિત છોકરાને લજિજત ચહેરે, મા પાસે કજિયે કરતો રડમસ ચહેરે, ખીર કરે તેની પ્રતીક્ષા કરતા આનદિત ચહેરે, સાધુને ખીર વહેરાવતાં બધી પાત્રમાં ખીર પડી છતાં એટલે જ પ્રસન્ન ચહેરે, પછી એ પ્રસન્નતા તે મૃત્યુ સુધી રહી. એ ક્ષણોને ચિરંજીવ કરવી હોય તે ? કથા તો ખરી જ. વધુ સમર્થ માદયમ ચિત્રકલા છે. કોઈ ચિત્રકાર એ ચહેરા પર કેવા ભાવ પાથરી શકે ! કોઈ શિલ્પીને કહીએ તે એ આરસમાં એ સુપાત્રે દાન દેનારને કઈ રીતે કંડારી આપે ?
ખીર વહેરાવતા છોકરાનું ચિત્ર આંખ પાસેથી ખસતું નથી. જૈન ધર્મમાં તે એવા અદભુત પ્રસંગે તરત યાદ આવે કેશા
પૂલીભદ્ર, એલાયચીકુમાર નેમ-રાજુલ, અનેકનાં જીવનની એવી ધણી વિરલ ક્ષણે મૂર્તિમંત કરવા જેવી લાગે
- આધુનિક કલામાયમોને, આ દિશામાં નવેસરથી પૂરેપૂરા કલાઔચિત્યથી કઈ રીતે કામે લગાડી શકાય એ વિચારવા જેવું છે.
મયકાલીન સાધુ કવિઓ શ્રેષ્ટિઓ અને કલાકારોએ ધર્મની અભિવ્યક્તિ માટે હકાકા કલાધ્ય સાહિત્ય, શિલ્પ, સંગીત, ચિત્રકલા, નૃત્ય વગેરેને સારામાં સારી રીતે ઉપય કર્યો હતે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org