Book Title: Jain Sahitya Samaroha Guchha 2
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
રત્નાકર પચ્ચીશી : એક અભ્યાસ
૩૨૩
અને સંયમી સાધુઓએ તજેલું એવું અનર્થકારી દ્રવ્ય રાખે છે તો પછી તપનું કષ્ટ ફોગટ શા માટે કરે છે ?”
સૂરિજીએ કહેલા અર્થની કુંડલિયા શ્રાવક પર કશી જ અસર થતી નથી. ફરીથી એ ગાથાને અર્થ સમજાવવા કુંડલિયો શ્રાવક સૂરિજીને વિનંતી કરે છે. બીજે દિવસે એ જ ગાથાનો અર્થ વધુ સ્પષ્ટતાપૂર્વક સૂરિજી સમજાવે છે. કુંડલિયે શ્રાવક કહે છે કે હજુ એને મર્મ મને બરાબર સમજમાં આવતો નથી. ત્રીજે દિવસે ફરીથી આ ગાથાને અર્થે દાખલા-દલીલ સાથે સૂરિજી સમજાવે છે, પણ કુંડલિયો શ્રાવક કહે છે કે મારા મનમાં હજ પણ તે બંધબેસતા થતા નથી. આમ લાગલગાટ છ મહિના સુધી કુંડલિયા શ્રાવકને આ ગાથાને અર્થ સમજાવવા સૂરિજી પ્રયતને કરે છે. એ પછી અંતરના ઊંડા ખૂણામાં ડોકિયું કરતાં સૂરિજીને લાગે છે કે વારંવાર આ ગાથાને અર્થ પૂછવા પાછળ કુંડલિયા શ્રાવકની પાસે કોઈ કારણ હોવું જોઈએ. વધુ વિચારતાં સૂરિજીને આત્મભાન થાય છે કે હું પરિગ્રહ છેડવાને ઉપદેશ આપું છું, પણ હું પોતે શું કરું છું મારી પાસે રહેલાં મૂલ્યવાન રત્ન પરિગ્રહ નથી તે બીજું શું છે ? એક બાજુ હું અપરિગ્રહના ઉપદેશ આપું છું અને બીજી બાજુ હું પોતે જ પરિગ્રહી છું. તો મારા ઉપદેશની અસર કેટલી ? મારી જાતને ધિક્કાર છે કે એક પંચ મહાવ્રત-ધારક શ્રમણ થઈને હુ આવી ભવબંધન વધારનારી નિરર્થક વસ્તુની મેહજાળમાં ફસાયો ! આમ આત્મખોજ કરતાં કરતાં સૂરિજી રત્નને સમુદ્રમાં ફેકી દઈ ફરી અપરિગ્રહનો નિનાદ જગાવે છે. કુંડલિયા શ્રાવક કહે છે કે સૂરિજી હવે મને આપની ગાથાનો અર્થ પૂરેપૂરે સમજાઈ ગયો. આ અંગે હવે મારે કંઈ વિશેષ પૂછવાનું રહેતું નથી. સૂરિજીની હૃદયગુહામાંથી નીકળેલે વાણ પ્રવાહ પવિત્ર ભાગીરથીનું રૂપ લેતો વહેવા લાગે છે. હે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org