Book Title: Jain Sahitya Samaroha Guchha 2
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
“રત્નાકર પચીશી”ઃ એક અભ્યાસ
૩૨૯ મદને અભાવ કરવાનું અનન્ય સાધન નમ્રતા છે. મદમત્તતા બેભાન બનાવનારી છે. નમ્રતા આત્મભાન પેદા કરનારી છે. આત્મા બાહ્ય વસ્તુઓના કારણે મોટો નથી તેની મોટાઈ પિતાના સ્વરૂપમાં અને
સ્વભાવમાં છુપાયેલી છે. તે મોટાઈને પ્રગટ કરવાનું સાધન નમ્રતા– -નમ્રભાવ-નમનવૃત્તિ અને વિનયશીલતા છે.
મન મર્કટ સમું છે. મનની વૃત્તિને જે અંકુશમાં ન રાખી શકાય તો તેનું પરિણામ ભયંકર આવે છે મારા મનની નિર્બળતાએ જ મને આ ભવાટવીમાં ભ્રમણ કરાવ્યું છે. મનની અવળગતિના નમૂનારૂપ હું ખરેખર દોષિત છું એમ કબૂલ કરતાં કવિ કહે છે :
सद्भोगलीला न च रोगलीला, धनागमो नो निधनागमश्च । दारा न कारा नरकस्य चित्ते,
व्यचिंति नित्य भयकाऽधमेन ॥२०॥ મેં ભેગ સારા ચિંતવ્યા તે રોગ સમ ચિંત્યા નહિ, આગમન ઈચ્છયું ધન તણું પણ મૃત્યુને પ્રીછયું નહિ, નહિ ચિંતવ્યું મેં નકે કારાગ્રહ સમી છે નારીઓ, મધુબિન્દુની આશા મહીં ભય માત્ર હું ભૂલી ગયે. (૨૦)
અર્થાત્ મારા અંતરમાં સુંદર ભોગ તે રોગની ખાણું સમા હોવા છતાં મેં તેની ચિંતવના ન કરી. ધનપ્રાપ્તિને વિચાર કર્યો પરંતુ તે મૃત્યુને બોલાવવા જેવું છે તે ભૂલી ગયો. સ્ત્રીઓનો ઊહાપિત કર્યો પરંતુ તે નરકનું બંદીખાનું છે તેનું ભાન મને અધમને કદી પણ ન થયું.
આત્માને મુખ્ય રેગ રાગ છે, કે જે પ્રશસ્ત રાગથી જાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org