Book Title: Jain Sahitya Samaroha Guchha 2
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૩૩૦
જૈન સાહિત્ય સમારોહ– ગુરછ ૨ છે. સંસારસુખમાં રાગ તે ભક્તિ છે. શુભ રાગથી અશુભ રાગ અવશ્ય જાય છે. મનુષ્યનું શરીર અશુચિસમય છે, છતાં તેમાં એક ગુણ એ છે કે તેને પાપમાર્ગથી રોકી પરમાત્મભક્તિ-ઉપાસનાના. માગે જોડવામાં આવે, તે તે દિવ્ય શરીરને પ્રાપ્ત કરાવે છે. માનવદેહમાં જ આ તાકાત છે.
શ્રી રત્નાકરસૂરિ “રત્નાકર પચીશી માં શબ્દેશબ્દ પિતાની નિર્બળતા અને આચરેલાં દુષ્કૃત્યોની નિર્મળ ભાવે કબૂલાત કરે છે. પોતે એક જૈન શ્રમણ થઈને પણ જે વિરાધના કરી છે તેને સ્પષ્ટ એકરાર કરતાં કહે છે કે મારી તે હવે એક જ મહેરછા રહેલી છે કે હે પ્રભુ ! મને હવે શ્રેય સાધક સમ્યફરત્નની પ્રાપ્તિ થાય. અને એ જ મારી અંતિમ સાધનાનું હવે લક્ષ રહેશે.
“રત્નાકર પચીશી ” મૂળ સંસ્કૃતમાં રચાયેલ છે. તે પરથી તેને ગુજરાતીમાં ભાવાનુવાદ-કાવ્યાનુવાદ બોટાદવાળા સ્વ. માસ્તર શામજી હેમચંદ દેસાઈએ કરેલ છે. હરિગીત છંદમાં બનાવેલ આ કાવ્યાનુવાદ એટલે આકર્ષક અને અદ્દભુત બન્યું છે કે આજે ઘરઘરમાં તે પ્રચલિત બની ગયો છે. નાના બાળકથી માંડીને મોટી ઉંમરે પહોંચેલા એવા તમામ સ્તરના લેકે આ કાવ્યાનુવાદનું સતત રટણ-ચિંતવન કરતા આજે જોવા મળે છે. તે પરથી “રત્ના-- કર પચીશી'ની લોકપ્રિયતા સમજી શકાય છે. આ કાવ્યને હિન્દી ભાષામાં શ્રી કૃષ્ણલાલ વર્માએ અનુવાદ કરેલ છે જે “જૈન જગતમાં છપાયેલ છે. તેમજ અંગ્રેજી અનુવાદ ભાવનગરના શ્રી નગીનદાસ દીપચંદ શાહે કરેલ છે, જે “ઘોઘારી જૈન દર્શન'માં પ્રસિદ્ધ થયેલ છે.
આમ “રત્નકર પચ્ચીશી” એક અદ્ભુત કાવ્ય છે. તેમાં રજૂ થયેલી ભાવના હૃદયને નિર્મલતા તરફ દોરે છે. જીવનમાં માનવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org