Book Title: Jain Sahitya Samaroha Guchha 2
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
અહિંસાનાં પરિમાણ
૨૯ ના તજૂનું ધ્યાન દેરાયું છે અને એને પદ્ધતિસરને અભ્યાસથયા છે, જેમાં નિષ્ણાતોએ તારવ્યું છે કે પતિ પોતાની પત્ની પ્રત્ય. ક્રૂરતા આચરતા હોય અને હિંસક હુમલાઓ કરી મારપીટ કરતો હોય એવા જેટલા કિસ્સાઓ સમાજમાં બનતા હશે, લગભગ તેટલા જ કિસ્સાઓ પત્ની પતિ પર હિંસક હુમલાઓ કરતી હોય અને મારપીટ કરતી હોય તેના બનતા હોય છે. આવું જ બાળકની બાબતમાં છે. માતા-પિતાના હાથે જેટલાં બાળકો હિંસાને ભેગ બનતાં હોય છે, લગભગ એ જ અનુપાતમાં વડીલો પણ સંતાનોના હાથે હિંસાને બેગ બનતા હોય છે. આ સર્વેક્ષણ અમેરિકાનું છે, જ્યાં સંયુક્ત કુટુંબની પ્રથા નાબૂદ થઈ ગઈ છે. એટલું જ નહિ પણ સમાજ પ્રગતિશીલ અને સમૃદ્ધ હોવાથી અને અન્ય કારણોસર માતા-પિતા અને સંતાનેનું બનેલું પ્રાથમિક કૌટુંબિક ઘટક પણ ધીરે ધીરે છિન્નભિન્ન થતું જાય છે. ભારત પણ ધીરે ધીરે એ જ વ્યવસ્થા કે અવ્યવસ્થા તરફ ઘસડાઈ રહ્યું છે અને જે પ્રશ્નોનો સામનો આજે અમેરિકા જે દેશ કરી રહ્યો છે તેને સામને કાળક્રમે આપણું સમાજે પણ કરવો પડશે. સંયુક્ત કુટુંબમાં વહુની વિવિધ કારણોસર થતી સતામણ બાદ કરીએ તે સામાન્યપણે હિંસક વૃત્તિ પર અંકુશ કેટલેક અંશે આવી જતો હોય છે એમ માની શકાય. છતાં કિસાઓ બને છે. વિભક્ત કુટુંબમાં તે કિશોર વયને કે પુખ્ત વયને દીકરા પિતા પર હુમલાઓ કરે છે, ક્યારેક જીવ. પણ લઈ લે છે. એવા કિસ્સાઓ ભારતમાં પણ વધતા જાય છે.
રોસ્ટર યુનિવર્સિટીના મનોવૈજ્ઞાનિક ડો. રેડને શૈપીએ. આવા અનેક કિસ્સાઓના અભ્યાસ બાદ એ નિષ્કર્ષ કાઢયો છે કે ઘણા કિસ્સાઓમાં હિંસાને ભોગ બનનાર કુટુંબને સભ્ય હિંસા પ્રેરે એવી પરિસ્થિતિમાંથી છટકાને – ભાગી છૂટવાને પ્રયત્ન
પણ કરતું નથી. ક્યારેક તે એ સભ્ય હિંસક સગાના અવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org