Book Title: Jain Sahitya Samaroha Guchha 2
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
*
૨૯૦
જૈન સાહિત્ય સમારોહ – ગુચ્છ ૨
- એક પાત્રમાં અમૃતઝરતે અંગૂઠે મૂકીને ગૌતમસ્વામીએ ૧૫૦૩ તાપસીને ખીરનું પારણું કરાવ્યું. અહીં પાત્ર એટલે હદય, ખીર એટલે આધ્યાત્મિક ભાવ અથવા આધ્યાત્મિકતાને ઉપદેશ. અક્ષણ મહાનસી લબ્ધિ એટલે રાંધેલે ખોરાક ખૂટે નહિ. લક્ષણથી એને અર્થ પ્રખર સાધના અથવા ઉત્તમ આધ્યાત્મિક ભાવ એવો લેવાય કે જેમાં કદીયે ઓટ કે ઉણપ ન આવે. ગૌતમસ્વામીના રાસમાં પણ એવી પંક્તિઓ આવે છે, જે આ અર્થનું સમર્થન કરે છે. તે પંક્તિઓ છેઃ
“ગોયમ એકણું પાત્ર, કરાવઈ પારણું સવે, પંચાસયા શુભ ભાવ, ભરિયે ઉજવલ ખીરમસે, સાચા ગુરુ સંગ કવલ તે કેવળરૂપ હુએ.”
ગૌતમસ્વામીએ ખીરને નિમિત્તે તાપસોમાં શુભ ભાવ જગાડવો. એમણે માત્ર પેટની નહિ, હૈયાની પણ ભૂખ ભાંગી. “કવલ તે "કેવળરૂપ હુઓ એટલે કે ખીરનો કળિયે કેવળજ્ઞાનનું નિમિત્ત બ, એ ભાવે એટલી ઉત્કૃષ્ટ કટિએ પહોંચ્યું કે કેવળજ્ઞાન પ્રગટયું. આ રીતે આખાયે પ્રસંગને ગૌતમસ્વામીને આઠમા ગુણક્રિયાને પહોંચાડનારી સૂક્ષ્મ આધ્યાત્મિક અનુભૂતિ કરીકે ઓળખાવી શકાય. * ગૌતમસ્વામીના અનેક શિષ્યને કેવળજ્ઞાન થયું, પણ ગૌતમસ્વામીને થતું ન હતું તેનું કારણ ભગવાન પ્રત્યેને એમને સૂક્ષ્મ રાગ હતો. જો કે આ રોગ પ્રશસ્ત રાગ હતા, પરંતુ કેવળજ્ઞાનની પ્રાતિમાં અંતરાયરૂપ હતો. તેમની મહેચછા હતી ભગવાનને સંદેશ જનસમાજ સુધી પહોંચાડવાની આ પણ સૂકંમ રાર્ગનું જ પરિણામ હતું. આ કામ માટે તેમણે પ્રબળ પુરુષાર્થ કર્યો પણ રાગમુક્તિ માટે જોઈત પુરુષાર્થ કર્યો નહિ. આનું આડકતરું પણ શુભ પરિણામ
શકાય
'
+
*
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org