Book Title: Jain Sahitya Samaroha Guchha 2
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
ગુરુ ગૌતમસ્વામી
૨૯૧
એ આવ્યું કે સમગ્ર કૃત સાહિત્ય સર્જાયું. સમય જતા ભગવાનની વાણી ગ્રંથસ્થ થઈ અને તેમને સંદેશે વિશ્વવ્યાપી બને.
આવા સમર્થ અને નિષ્ઠાવાન શિષ્યને ભગવાને પ્રમાદ તજી રાગમુક્ત થવા વારંવાર કહ્યું હતું. એમણે સાથે ધરપત પણ આપી કે “હે ગૌતમ! છેલે જઈ આપણુ સહી હસુ તુલા બેઉ' એટલે કે જીવનને અંતે આપણે બંને સિદ્ધસ્વરૂપી જીવનમુક્ત થઈશું, આ એક આદર્શ સુખદ ભાવના છે. સામાન્ય રીતે લોકિક ગુરુ પોતાના શિષ્યને આશીર્વાદ આપે ત્યારે સારા ભક્ત થવા માટે આપે પરંતુ અહીં તો ગુરુ શિષ્યને પિતાની જેમ જીવનમુક્ત થવાને પુરુષાર્થ કરવા પ્રેરે છે. તેમનામાં શ્રદ્ધા પ્રગટાવે છે કે હે ગૌતમ ! છેવટે તે તું પણ મારા જેવો જ સિદ્ધ થઈશ.”
નમુથુણું – શસ્તવ” સૂત્રમાં ભગવાનનાં વિશેષમાં એક એક વિશેષણ “છનાણું જાવયાણું પડ્યું છે. તેને અર્થ એ થાય છે કે ભગવાન પોતે જીતે છે અને બીજાને જીતવામાં મદદ કરે છે. સામાન્ય રીતે જે જીતે તે બીજાને હરાવીને જીતે, પરંતુ ભગવાન પિતે બીજાને હરાવ્યા વિના જીતે છે અને બીજાને પણ જિતાડે છે. પ્રત્યેક પુરુષાર્થી આત્મામાં વીતરાગ - જીવનમુક્ત થવાનું સામર્થ્ય હોય છે. પરંતુ કોઈ સુગ્ય વ્યક્તિ પાસેથી પ્રેરણું મળવી તે -સુભાગ્યની વાત છે. ભગવાનના વચનમાં ગૌતમસ્વામીને અપાર શ્રદ્ધા -હતી. પોતાને અંતકાળ નજીક છે તે જાણીને ભગવાને ગૌતમ
સ્વામીને દેવશર્માને પ્રતિબંધ પમાડવાને બહાને પિતાનાથી દૂર રાખ્યા જેથી તેઓ સગમુક્ત થાય. ભગવાન નિર્વાણ પામ્યા. દેવશમ પાસેથી પાછા ફરતાં ગૌતમસ્વામીએ નિર્વાણુના સમાચાર અજાણ્યા ત્યારે તેમને જબરજસ્ત આઘાત લાગ્યો. તેઓ હદયભેદક વિલાપ કરવા લાગ્યા અને ભગવાનને સંબોધીને બોલવા લાગ્યા, હે વીર પ્રભુ ! હવે કોને પ્રણામ કરીશ? મારા મનનું સમાધાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org