Book Title: Jain Sahitya Samaroha Guchha 2
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
જૈન સાહિત્ય સમારોહ – ગુચ્છ ૨ કવિ વિનયપ્રભ કહે છે:
સમવસરણ મઝાર, જે જે સંસા ઉપજે,
તે તે પર ઉપગાર, કારણ પૂછે મુનિપવરે.” ગૌતમસ્વામીની પ્રશ્નો પૂછવાની રીત પણ અને ખી હતી. અતિ નમ્ર બનીને અને સવાલના બધાં પાસાં આવરી લેવાય તેવી રીતે તેઓ પ્રશ્નો પૂછતા. પ્રશ્નની શરૂઆતમાં “મન્ત” એમ વિનયપૂર્વક સંબોધન કરતા. ભગવાન પણ અત્યંત વત્સલ રીતે “ગોવા !” અથવા તે જોયHT.” એમ સંબોધીને જવાબ આપતા. “મન્ને? શબ્દ આદરસૂચક છે, અને “યમ” વાત્સલ્યસૂચક છે. ઉત્તર મળતાં ગૌતમસ્વામી સંતોષ વ્યક્ત કરતા અને બોલતા “સેવં મતે, સેવં મંતે, તમેય મતે, વિતરુ મંતે – (ભગવાન, આપ જે કહે છે તેમ જ
છે. તે જ સત્ય છે.) - ભગવાન મહાવીર સ્વામી પણ ગમે તેવા કઠિન વિષયને બુદ્ધિગમ્ય રીતે અને દષ્ટાંત આપીને સમજાવતા.
ભગવાન મહાવીર અને ગૌતમસ્વામી વચ્ચે સંવાદ એની અનોખી ગુણવત્તાને કારણે સૂત્રરૂપે લેકમાં ખૂબ આદર પામે. લેકે એને ભાવપૂર્વક પૂજતા. સૌથી વધુ પ્રશ્નોત્તર “ભગવતીસૂત્ર'માં સચવાયા છે. મધ્યકાળમાં પેથડશા નામના મંત્રીએ “ભગવતીસૂત્રને સેનાની શાહીથી લખાવ્યું અને તેમાં જેટલી વાર “હે ગૌતમ!” એવું સંબોધન આવે એટલી વાર “ગૌતમ' નામ પર સોનામહેર મૂકી તેનું પૂજન કરવાનો સંકલ્પ કર્યો હતો. આ રીતે લગભગ છત્રીસ હજાર સેનામહેરે મૂકીને એમણે ભાલાસપૂર્વક પૂજન કર્યું હતું. આ અનોખો મહિમા છે “ગૌતમ' નામને.
સમગ્ર આગમ સાહિત્યમાં ભગવાન મહાવીર અને ગૌતમસ્વામીનો સંવાદ અત્યંત મહત્ત્વનું અંગ બની ગયે છે. સેંકડો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org