Book Title: Jain Sahitya Samaroha Guchha 2
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૨૫૦
જૈન સાહિત્ય સમારોહ – ગુચછે ? સ્ત્રીઓનાં રૂપશંગાર નજરે પડે કે હાસ્યપ્રલાપ સાંભળવો પણ પડે તે તેવા પ્રસંગમાં “આચારાંગ સૂત્ર”માં મુનિને રાગદ્વેષથી દૂર રહીને વસ્તુસ્વભાવ કે આત્મસ્વરૂપનું ચિંતન કરવાની શીખ આપી છે. ખુદ પ્રભુ મહાવીર સ્વામીના વિહારોની વિગતમાંથી સમજાય છે કે તેમની સાથે સાધુ અને સાધ્વી પ્રસંગોપાત્ત. સાથે પણ રહેતાં. દા. ત., રાજા શ્રેણિક અને રાણું ચલ્લણ ભગવાનના દર્શને જાય છે ત્યારે રાજાનું રૂપ જોઈને સાધ્વીઓ ને રાણુનું સૌંદર્ય જોઈને સાધુઓ ચંચળ થઈ ગયેલા તેવા વૃત્તાંત મળે છે. ગુરુની આજ્ઞા મેળવીને મહામુનિ યૂલિભદ્ર કેશા વેશ્યાને
ત્યાં જ ચાતુર્માસ કરે છે, કે જયાંના અણુએ અણુમાં વિકારનું વાતાવરણ ભર્યું હોય છે ત્યાં નવ વાડની તો વાત જ શી ? એવા વાતાવરણમાં પણ મહામુનિ પોતે તો વાસનાવિજય ટકાવે જ છે પરંતુ વારાંગનાનું પણ વંદનીય સાધીશ્રીમાં રૂપાંતર કરે છે. તેથી જ તે પ્રાતઃસ્મરણમાં “શૂઢિમાચા” કહીને જૈને તે. કામવિજેતાને વંદન કરે છે. લગ્ન પૂર્વે અનુક્રમે શુકલ અને કૃષ્ણ પક્ષમાં બ્રહ્મચર્ય પાળવાની અલગ અલગ લીધેલી પ્રતિજ્ઞા વિજય શેઠ અને વિજયા શેઠાણું સહશયન છતાં પાળી બતાવે છે એમ જૈન ધર્મકથા કહે છે તે શું બતાવે છે ? આ દૃષ્ટાંને બતાવે છે કે જૈન ધર્મ નિયમપ્રધાનની સાથે જ એટલો વિવેકપ્રધાન પણ છે જ, નહિતર વારાંગનાને ત્યાં મુનિને મોકલાય ?
બીજી રીતે કહીએ તે આ નિયમપ્રધાન સાધનાશૈલી એટલે પ્રલોભનેથી બચવાની કે દૂર ભાગવાની જીવનપદ્ધતિ અને વિવેકપ્રધાન શિલી એટલે પ્રલોભનની વચ્ચે રહીને, તેમનાથી બચેલા રહેવું અને સાધના કરવી તેવી જીવનકલા. આ રીતે આપણે
એ પ્રશ્ન ઉપર આવી પહોંચ્યા કે બ્રહ્મચર્યની સાધનામાં કે જીવન(વિકાસના પંથમાં કઈ પદ્ધતિ અપનાવવી? નિયમોની મદદથી
Jain Education International
For Private & Personal Use Only
For
www.jainelibrary.org