Book Title: Jain Sahitya Samaroha Guchha 2
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
બ્રહ્મચર્યસાધનાની જૈનશૈલી
ર૪૭ - આ માટે જરા વિગતથી વિચારીએ : બ્રહ્મચર્ય સાધનાની મુખ્ય બે પદ્ધતિઓ જોવા મળે છે(૧) પ્રથમ પદ્ધતિ કાંઈક આવી છે – કામવાસનાનાં જે જે નિમિત્તો છે તે જીવ પર કાંઈ અસર ન કરી જાય તે માટે વ્રતપ્રતિજ્ઞા દ્વારા તેમનાથી કડકાઈપૂર્વક દૂર રહેવું. દા. ત., નવ વાડનું પાલન. (૨) બીજી પદ્ધતિમાં વિકારોનાં નિમિત્તોથી દૂર ભાગવાને બદલે, પ્રલે ભનેની વચ્ચે બ્રહ્મચર્યની સાધના કરવાની હોય છે. વિકાર-જાગૃતિનું ખરું કારણ આંતરિક મનમાં નેંધીને તત્ત્વજ્ઞાન, ધ્યાન, પ્રાર્થનાદિ દ્વારા મનશુદ્ધિ માટે મથતા રહીને પણ આ સાધક વિકારી નિમિત્તો વચ્ચે જીવવાનું સ્વીકારે છે અથવા તેની તેવી પરિસ્થિતિ, વાતાવરણ કે જરૂરિયાત પણ હોય છે. બાહ્ય નિમિત્તોને તે વિકારનું મૂળભૂત કારણ માનતા નથી એટલે સાવધ રહીને પણ ઓછામાં ઓછા નિયમોથી તે સંસાર અને સમાજની વચ્ચે જ પિતાની સંયમસાધના ચલાવે છે. આ બીજા પ્રકારની ઉપાસનાને મુખ્ય ધ્વનિ આવો છે –
मनसा एव कृतं पाप, पाप, न शरीरकृतम् कृतम् । येनैव आलिंगिता कान्ता तेनैव आलिंगिता सुता ॥
એટલે કે મનથી કરાયેલ પાપ એ પાપ છે, શરીરથી કરાયેલ નહીં. જેવી રીતે પ્રિયતમાને આલિંગન આપવામાં આવે છે તેવી રીતે પુત્રીને પણ ભેટવામાં આવે છે.
બંને પદ્ધતિની સંક્ષેપમાં તુલના કરીએ તો પહેલી પદ્ધતિ નિયમપ્રધાન છે. બાહ્ય નિમિત્ત વિકારી ન બનાવી જાય તેની સામે નિયમોનું જંગલ રચીને તેના દઢ પાલનને આગ્રહ તેમાં છે. બીજી પદ્ધતિ વિવેકપ્રધાન છે. આમાં નિયમ ઓછા અને 'વિવેકથી માન્ય એવી બ્રહ્મચારી કે બ્રહ્મચારી ગૃહસ્થને જરૂરી સ્વતંત્રતા તેમાં વધારે જોવા મળે છે. જ્યારે પ્રથમ પદ્ધતિમાં નિયમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org