Book Title: Jain Sahitya Samaroha Guchha 2
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૨૩૮
જૈન સાહિત્ય સમારોહ – ગ૭ ૨
જેમ મોહનીય કમી, સર્વ ઇન્દ્રિયમાં જેમ રસના, વ્રતોમાં જેમ -બ્રહ્મચર્ય તેમ સર્વ ધર્મમાં ભાવ મુખ્ય છે.) ( હિન્દુ ધર્મમાં છે એવી પુનર્જન્મની માન્યતા પણ અહીં જેવા મળે છે. કથામાં આવતી વિગત અનુસાર સુવેલ સંધર, દુર્લભ નામને રાજકુમાર બીજા જન્મમાં બને છે અને સુવેલ સંધરની પત્ની માનવતી યક્ષિણ તરીકે અવતરે છે. પછીના જન્મમાં તે ભ્રમર ૨ાજાની પત્ની કમળા તરીકે જન્મે છે. દુર્લભ બીજા જન્મમાં - ધર્મદેવ અથવા કુમાપુર તરીકે અવતરે છે. ભ્રમર, કમળા, દ્રોણ અને કુમા અન્ય જન્મમાં ખેચર તરીકે પ્રાદુર્ભાવ પામે છે. આ બધા છ વર્ગનું સુખ ભોગવવા પણ ભાગ્યશાળી થાય છે પણ સાધુધર્મ કે ગૃહસ્થધમ આરાધવાની સ્વર્ગલોકમાં સ્થિતિ નથી તેથી સર્વ દેવો હંમેશાં માનવજન્મની પ્રતીક્ષા કરતા હોય છે, કારણ કે માનવજીવન પ્રાપ્ત કર્યા વિના મુક્તિ મેળવી શકાતી નથી, સ્વર્ગ કરતાં પણ માનવજન્મની મહત્તાનું આ વિશિષ્ટ કારણ છે.
“કુમારૂત્તરિયમ'માં જીવનમાં ઉપયોગી એવાં સુંદર દષ્ટાંતો આપવામાં આવ્યાં છે. તેમાં કલાકુશળ વણિકનું દષ્ટાંત ખૂબ જ જાણીતું છે. તેની વિગત અનુસાર, એક કલાકુશળ વણિક રનપરીક્ષા ગ્રંથનો અભ્યાસ ગુરુ પાસે કરતો હતો. જલકંત, સૂકંત, સેગંધિય આદિ ૨ની પરીક્ષા કરવામાં તે પાવર બજે પણ તેને ચિંતામણિ પ્રાપ્ત કરવાની ધૂન લાગી. તે મણિ કયાંયથી મળ્યો નહિ એટલે ગુરુની સૂચનાથી તેણે બેટમાં આવેલ આશાપુરીની આરાધના કરી. દેવીએ ના પાડી પણ ત્રાગું કરીને તેણે તો મણિ મેળવ્યો જ. પણ પાછાં ફરતાં પ્રમાદથી તે મણિ સરકીને
૧. “જૈન દર્શન : એક દષ્ટિપાત,” ડ. વી. જે. ચોકસી – ચિંતનપરાગ”.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org