Book Title: Jain Sahitya Samaroha Guchha 2
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
ઉઝર
જૈન સાહિત્ય સમારોહ – ગુછ- ૨
ગાથા ૧૯૭ માં જોઈ શકાય છે. કૃતિને આધારે કર્તાને સમય ૧૬ મી સદીને નક્કી થયું છે અને કવિએ વતનને કયાંય ઉલેખ કર્યો નથી. પણ બધી જ હસ્તપ્રત ઉત્તર ગુજરાતમાંથી મળી છે. તેથી અનુમાન થઈ શકે કે કત ઉત્તર ગુજરાતના વતની હશે.
જૈન પ્રવચનના ચરણકરણનુગ, ધર્મકથાનુગ, ગણિતનુયાગ અને દ્રવ્યાનુયોગ એવા ચાર વિભાગો છે. તેમાં ધર્મકથાનુગ સિવાયના વિભાગો મુખ્યત્વે સૈદ્ધાંતિક ચર્ચાસભર હોવાને કારણે ધર્મકથાનુયોગ વિશેષ પ્રાધાન્ય ધરાવે છે. તે રેચક કથાનકને કારણે જનસાધારણને પણ આકર્ષી શકે છે અને ધારી અસર ઉપજાવી શકે છે. આ પ્રવચનનો મુખ્ય ઉદ્દેશ ધર્મની શ્રેષ્ઠતા સ્થાપવાનો હોય છે. (“કુમ્માપુચરિયમ્' ગાથા ૯૦ માં કહેવાયું છે કે
ते धन्ना कयपुण्णा जे जिणधम्मं धरति निअहियए।) અન્ય ધર્મની ક્યારેકટીકા પણ કરવામાં આવી હોય છે. દા. ત., ૧૧૦ માં છ દર્શનના જાણકાર આચાર્યો પ્રત્યે આછો કટાક્ષ કર્યો છે. પ્રવચનની આ વિશિષ્ટતાનુસાર કુપુત્તરિયમ' એક સંક્ષિપ્ત આકારનું ધાર્મિક કથાકાવ્ય છે અને ઉપર જોયું તેમ ભાવશુદ્ધિની મહત્તા તેમાં સ્પષ્ટ કરવામાં આવી છે. મુક્તિ માટે દીક્ષા અનિવાર્ય નથી. બાહ્ય ઉપકરણે કરતાં ચિત્તની શુદ્ધિ વધારે જરૂરી છે એ હકીકત પ્રત્યે કવિએ વાચકોનું ધ્યાન સુંદર રીતે દેયું છે સિરિવાત્રા માં માત્ર કર્મનો સિદ્ધાંત વ્યક્ત કરવાને હેતુ પ્રધાન છે,
જ્યારે આ કાવ્યમાં કુષ્માપુરના વામનપણાનું કારણ આપી કમને સિદ્ધાંત તો વ્યક્ત થય જ છે અને સાથે સાથે ભાવનું મહત્વ પણ વ્યક્ત થયું છે. -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org