Book Title: Jain Sahitya Samaroha Guchha 2
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
-૨૨૨
જૈન સાહિત્ય સમારોહ – ગુચ્છ ૨ આ સ્તોત્રની પંક્તિએ પંક્તિએ ભક્તિભાવ ઊછળતે દેખાય છે. પાર્શ્વનાથ ભગવાનને મહિમા વર્ણવતાં ભક્તહૃદય પોતાના કલ્યાણની પ્રાર્થના કરે છે. ભક્તહૃદયની આર્જવતા, દીનતા, તાલાવેલી, અનન્યનિષ્ઠા અને સમર્પણભાવનાનાં દર્શન પ્રત્યેક ગાથામાં થાય છે. તેત્રમાં ગુંથાયેલા ભાવ જે શુદ્ધ હૃદયમાં પ્રતિબિંબિત થાય તે સ્તોત્રમાં દર્શાવાયેલા લાભ સ્તોત્રને પાઠ કરનાર મેળવી શકે. શ્રી અભયદેવસૂરિએ આ સ્તંત્રની ૧૭મી ગાથાની રચના કરતાં સ્થંભન પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા પ્રગટ થઈ હતી એમ -વૃદ્ધ સંપ્રદાય કહે છે.
फणिफणफारफुरंत रयणकर रंजियनहयल, फलिणीकंदल दलतमाल-निलुप्पल सामल । कमठासुरउवसग्गधग्ग संसग्ग अगंजिय, जय पच्चक्ख जिणेस पास थंभणयपुरद्विय ॥१७॥
આ સ્તોત્ર નિતાંત ભક્તિનું સ્તોત્ર છે. શ્રી પાર્શ્વનાથ ભગવાનની ઉપાસનામાં તે પ્રબળ અવલંબન છે. ઉપાસકેને ઉપાસનાનો ભાર્ગ દર્શાવતું આ સ્તોત્ર સહદને કાવ્યરસથી તૃપ્ત કરે તેવું બન્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org