Book Title: Jain Sahitya Samaroha Guchha 2
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૧૨
જન પધસાહિત્યમાં તીર્થોની પ્રશસ્તિ
*
નટવરલાલ એસ. શાહ
જૈન ધર્મના ક્રિયાકાંડ – મહામૂલા તહેવારો–પ્રતિષ્ઠા આદિ અઠ્ઠાઈ મહેત્સો ઈત્યાદિ પ્રસંગોને કાવ્યમાં કંડારવામાં આવેલા નજરે ચડે છે. ગદ્ય કરતાં પદ્યને મહિમા વધુ છે કારણ કે કાવ્યની અસર વહેલી થાય છે. રાગ અને તાલમાં ગવાતાં સ્તવને-સ્તુતિઓસજઝા અને ઢાળે આપણા આત્માને ભાવવિભોર અને ઉન્નત બનાવવામાં વધુ ઝડપથી સહાયભૂત નીવડે છે.
ભારતનાં જૈન તીર્થોની પ્રશસ્તિ પણ કાવ્યમાં અંકિત થયેલી જોઈ શકાય છે જે તે સમયના સંસ્કૃત શ્લોકમાં-શિલાલેખોમાં – ગુજરાતી તેમજ અન્ય ભાષાનાં પદોમાં રચાયેલી અને અનેક પુસ્તકમાં પ્રગટ થયેલી નજરે ચઢે છે.
આજે પણ દેરાસર–ઉપાશ્રય-ધર્મશાળા આદિ જગાએ આરસની તકતી લગાડવામાં આવે છે જેમાં તેના ઉદ્દઘાટનને દિવસ લખવામાં આવે છે, જે કાળક્રમે ઐતિહાસિક પુરાવાની ગરજ સારે છે અને સંશોધનકારોને મહત્ત્વની માહિતી પૂરી પાડે છે.
વર્તમાને પણ આચાર્ય ભગવંતે તથા મુનિ-મહારાજાઓ જે જે પ્રદેશમાં વિચારે છે તેની નોંધ રાખે છે. તેઓશ્રીના ચાતુર્માસસમયની અને તે શહેર-ગામ ઇત્યાદિના વર્ણન દર્શાવતી ગહુલીઓ રચાય છે જે વ્યાખ્યાનમાં ગવાય છે.
પૂજ્ય મુનિગણોએ રચેલાં સ્તવને-સજઝામાં જુદાં જુદાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org