Book Title: Jain Sahitya Samaroha Guchha 2
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
१०८
જૈન સાહિત્ય સમારેહ– ગુ૭ ૨૧ ભાવને પણ ભણવાના છે. અનાદિ કાળથી જીવને જે પરદ્રવ્ય-ક્ષેત્રકાળ-ભાવની વાસના ચાલી આવે છે એનાથી મુક્ત થવા માટે અસંગ-એકાંત-મૌનયોગમાં રહી નિર્વિકલ્પ દશામાં જવાનું છે..
વચગાળાના બાવીશ તીર્થકર ભગવંતેના કાળમાં સાધુભગવે તેને કલ્પસૂત્રની જેમ આચારનાં બંધન નહતાં. તેઓ પ્રાજ્ઞ, ઋજુ અને સરળ-નિષ્કપટ હતાં. અંતઃકરણમાં રહીને સ્વરૂપની સાધના અંતરક્રિયા કરીને કરતાં હતાં. ખાવાપીવાનાં, રહેવાનાં, પહેરવાનાં, વિહરાદિનાં કોઈ બંધન આજના જેવાં તે કાળમાં નિહેતાં. વર્તનકાળમાં આપણે જડ અને વક્ર હોવાથી આ પ્રકારનાં બંધને જ્ઞાની ભગવંતે આપણું કલ્યાણ માટે યોજેલાં છે, કારણ કે અંતઃકરણની ક્રિયા–બાહ્ય ક્રિયા કર્યા સિવાય કરવાને વર્તમાનમાં આપણે અસમર્થ છીએ.
આત્મા દેહ સાથે બદ્ધ સંબંધે જે જોડાયેલ છે તે “દેહના દબાણ–Body Pressure થી બચવા માટે આત્માએ દેહથી ભિન્ન થવાનું છે. ભેદજ્ઞાનના બળે આવરણ હટાવવાનું છે. આત્માએ આત્માના જ્ઞાન-દર્શનઉપગમાં “હું દેહરૂપ છું – હું આત્મા દેહરૂપ છું” એ દેહાધ્યાસના ભાવને નિવારવાને છે. “હું દેહ નથી” પણ “આત્મા છું” એ ભાવમાં આવવાનું છે. આમ અનાત્મભાવમાં ન રહેતાં સ્વરૂપભાવમાં અર્થાત આત્મભાવમાં-સચ્ચિદાનંદભાવમાં પ્રવર્તવાનું છે. જેથી કરી દેહભાવરહિતતા આવ્યથી દેહની અસર વર્તાશે નહિ.
આરોગ્ય બે પ્રકારનાં છે : (૧) દ્રવ્ય-આરોગ્ય અર્થાત શરીરસ્વાશ્ય, અને (૨) ભાવ-આરોગ્ય અર્થાત સમતા-શાંતિ-સમાધિ-સમ્યક્ત્વ
આત્મન્નિતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org