Book Title: Jain Sahitya Samaroha Guchha 2
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
જૈન મંદિરમાં સ્થાપત્ય
૧૭૯
આબુનાં જૈનમંદિરમાં માત્ર જૈનકલા નહીં પણ ભારતીય વાસ્તુકલા સર્વોત્કૃષ્ટ વિકસિત રૂપે જણાય છે. આબુપર્વત ઉપર દલવાડા ગામમાં વિમલવસહી, લૂણવસહી, પિતલહર, ચૌમુખ અને મહાવીરસ્વામીનું એમ કુલ પાંચ મંદિરો છે. આ મંદિરે જતાં દિગમ્બર જૈનમંદિર આવે છે. વિમલવસહીના નિર્માણકર્તા વિમલશાહ પિરવાડ વંશના અને તે ચાલુક્ય વંશના નરેશ ભીમદેવ પ્રથમના મંત્રી અને સેનાપતિ હતા. દંતકથાનુસાર પોતે નિઃસંતાન હાઈને મંદિર માટે જમીન ઉપર સુવર્ણમુદ્રા પાથરીને જમીન પ્રાપ્ત કરી અને તે ઉપર આદિનાથ તીર્થકરનું મંદિર બંધાવ્યું. આ મંદિર શ્વેત સંગેમરમરના પથ્થરનું છે. જનશ્રુતિ પ્રમાણે આ મંદિરના નિર્માણમાં ૧૮ કરોડ ૫૩ લાખ સુવર્ણ મુદ્રાઓ ખર્ચાઈ હતી. સંગેમરમરના મોટા મોટા પથ્થર પર્વત ઉપર આટલી ઊંચાઈએ હાથી ઉપર લાવવામાં આવ્યા હતા. આદિનાથ તીર્થકરની વિશાળ પદ્માસનમૂર્તિ સુવર્ણમિશ્રિત પિત્તળની ૪ ફૂટ ૩ ઈચની પ્રતિષ્ઠા કરાવેલી છે. આ પ્રતિષ્ઠા વિ સં. ૧૦૮૮ (ઈ. સ. ૧૦૩૧)માં એમનાથ મંદિરને વિનાશ મહમ્મદ ઘેરીએ કર્યા પછી સાત વર્ષે થઈ. આ મંદિર વિશાળ ચોકમાં છે તેની ચારે બાજુએ દેવકુલે છે. દેવકુલની સંખ્યા પર છે. દેવકુલની સન્મુખ ચારે બાજુએ સ્તંભની મંડપાકાર પ્રદક્ષિણાપથ છે દરેક દેવકુલની સામે ચાર સ્તની મંડપિકા છે. આ રીતે કુલ ૩૩૨ સ્તંભે છે. પ્રાંગણની મધ્યમાં મુખ્ય મંદિર છે. મંદિરની પૂર્વ બાજુએ હસ્તિશાળા છે, આ હાથીઓ ઉપર વિમળશાહ અને તેનાં વંશજોની મૂર્તિઓ છે. તેની આગળ મુખમંડપ છે. સૌથી આકર્ષક મુખ્ય મંદિરને રંગમંડપ કે સભામંડપ છે, જેનું ગોળ શિખર ૨૪ સ્તંભોને આધારે તૈયાર કરેલું છે. છતમાં પંચશિલા છે. તેની મધ્યમાં તારેલું લોલક કારીગરીની દૃષ્ટિએ અદ્વિતીય છે. તેની ફરતી -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org