Book Title: Jain Sahitya Samaroha Guchha 2
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૧%
જૈન સાહિત્ય સમારોહ – ગુચ્છ ૨
તેટલાં બીજે કયાંય નથી. શત્રુંજયમાહાસ્ય અનુસાર આ પર્વત પર પ્રથમ તીર્થ કરના સમયથી જૈનમંદિરનું નિર્માણ થવા લાગ્યું હતુંહાલમાં અગિયારમી સદીનું સૌથી પ્રાચીન જૈનમંદિર વિમળશાહનું છેજેણે આબુપર્વત ઉપર વિમળવસહી બંધાવ્યું છે. બારમી શતાબ્દીનુ રાજા કુમારપાળનું મંદિર છે. પરંતુ વિશાળતા અને કલાસૌન્દર્યની દૃષ્ટિથી આદિનાથ મંદિર સૌથી મહત્ત્વનું છે આ મદિર કે પ૩૦માં બન્યું છે. જૈન મંદિરોમાં ચતુર્મુખ મંદિરની વિશેષતા છે અને ૧૬૧૮માં આ પર્વત પર તૈયાર થયું. તેને ચારે દિશાઓમાં ચાર પ્રવેશદ્વાર છે. તેને પૂર્વઠાર રંગમંડપની સન્મુખ છે. બીજા ત્રણ દ્વારની સન્મુખ મુખમંડપ છે. આ મંદિર તેમજ અહીંનાં બીજાં મંદિરે ગર્ભગૃહ મંડપ, દેવકુલિકાઓની રચના શિલ-સૌદર્ય વગેરેમાં દેલવાડાના મલવસહી અને લૂણવસતીના ઓછાવત્તા પ્રમાણમાં અનુકરણ જેવા છે. *
બીજું તીર્થક્ષેત્ર છે ગિરનાર. આ પર્વતનું પ્રાચીન નામ ઉર્જયન્ત અને રૈવતકગિરિ છે. ત્યાંનું પ્રાચીન નગર ગિરિનગર અને તેને પર્વત ગિરન ર કહેવાય છે. જુનાગઢમાં આ પર્વતની દિશામાં જતાં માર્ગ પર ઈતિહાસપ્રસિદ્ધ વિશાળ શિલા મળે છે, જેના ઉપર અશોક, રુદ્રદામન અને કંદગુપ્ત જેવા સમ્રાટોના શિલાલેખ છે જેના ઉપર લગભગ ૭૦૦ વર્ષને ઇતિહાસ આલેખાયેલું છે. જુનાગઢના બાવાયારાના મઠ પાસે જૈન ગુફા છે. આ સ્થાન ઐતિહાસિક અને ધાર્મિક બંને દૃષ્ટિએ અતિ પ્રાચીન અને મહત્વપૂર્ણ માલૂમ પડયું છે, કારણ કે બાવીસમા તીર્થંકર નેમિનાથે અહીં તપ કરીને નિર્વાણ પ્રાપ્ત કર્યું હતું. આ તીર્થને સર્વ પ્રાચીન ઉલેખ પાંચમી સદીને મળે છે. અહીંનું સૌથી પ્રસિદ્ધ
અને સુંદર મંદિર નેમિનાથનું છે. અહીંનું બીજું મહત્ત્વનું મંદિર "વસ્તુપાળ દ્વારા નિર્મિત કરાયેલું મહિલનાથ તીર્થકરનું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org