Book Title: Jain Sahitya Samaroha Guchha 2
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
જૈન સાહિત્ય સમારોહ – ગુંજી રે શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે કાયાનું મર્યાદિત, સંયમિત, હલનચલન – ગમનાગમન કરવું તે યથાસૂત્ર ચેષ્ટા-નિયમિની કાચગુતિ કહેવાય છે.
આથી જેમ જેમ કાયમુતિને અભ્યાસ થતું જાય તેમ તેમ. ઉપસર્ગો સહન કરવાની, ઉપસર્ગ વખત દઢ સમતા ધારણ કરવાની શક્તિ આવે છે. જે મહાત્માઓ દેહાતીતપણાના ભાવમાં મગ્ન હેય. છે તેમને તે પોતાને ઉપસર્ગ થયો હોવા છતાં તે થયાને ખ્યાલ. પણ નથી હોતો. ઉપસર્ગ એમને માટે ઉપસર્ગ રહેતા નથી. શ્રીમદ્ રાજચંદ્ર “અપૂર્વ અવસર માં કહ્યું છે ?
આત્મસ્થિરતા ત્રણ સંક્ષિપ્ત યુગની, મુખ્યપણે તે વાતે દેહપર્યત જે; ઘોર પરીષહ કે ઉપસર્ગ ભયે કરી,
આવી શકે નહિ તે સ્થિરતાનો અંત જે.” ઉપસર્ગ અને કાયકલેશ વચ્ચે તફાવત છે. ઉપસર્ગમાં આવી. પડેલું કષ્ટ હોય છે. કાયક્લેશ નામની તપશ્ચર્યામાં સ્વેચ્છાએ હર્ષપૂર્વક કાયાને કષ્ટ આપવાનું હોય છે. એટલા માટે કાયમલેશની ગણના બાહ્યતપના એક પ્રકાર તરીકે થાય છે. ગૃહસ્થ કરતાં સાધુસંન્યાસીઓ આવું તપ વિશેષ કરતા હોય છે. શરીર જકડાઈ જાય
ત્યાં સુધી એક આસને બેસી રહેવું, ખીલા પર સૂઈ જવું, અંગારા ઉપર ચાલવું, સૂર્ય સામે એકીટશે જોયા કરવું, હાથે-- પગે બેડીઓ પહેરી રાખવી, શરીરે ચાબખાને માર મારો ઇત્યાદિ પ્રકારની ક્રિયાઓ કાય-કલેશના પ્રકારની ગણાય છે. એથી કર્મની નિર્જરા થાય છે, પરંતુ એમાં સાધકે સામેથી હર્ષ કે સ્વચ્છ પૂર્વક એવી પરિસ્થિતિનું નિર્માણ કરે છે એટલે એને ઉપસર્ગ કહી શકાય નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org