Book Title: Jain Sahitya Samaroha Guchha 2
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૧૬૮ -
જૈન સાહિત્ય સમારોહ – ગુ૭ ૨
આ દષ્ટિએ તેઓશ્રીનાં ઉપરોક્ત ચોમાસાં ખંભાત થયાં તે નિશ્ચિત થયું. બીજાં પણ ઘણું થયાં છે. '
ખંભાતમાં કરેલી રચનાઓમાં એક રહસ્યમય રચના પણ ઉલ્લેખ પરંપરાગત જાણવામાં આવેલ એ છે કે –
કર્યા
ઉપાધ્યાયજી જ્યારે ૧૨ વર્ષ સુધી સરસ્વતીધામ શ્રી કાશીમાં અભ્યાસ કરી ખંભાત પધાર્યા અને સાંજે ગુરુમહારાજ સાથે પ્રતિક્રમણ કરતાં સજઝય બોલવાનો સમય થતાં ગુરુમહારાજે સઝાય બલવી શરૂ કરી ત્યારે શ્રાવકોએ ગુરુમહારાજ શ્રી જયવિજયજી મ. સાહેબને વિનંતી કરી કે, “સાહેબ ! આપના વિદ્વાન શિષ્ય કાશી જેવા વિદ્યાધામમાં અભ્યાસ કરી આવ્યા છે તો તેમને સઝાચ બોલવા દે. કંઈક નવું સાંભળવા અને જાણવા મળે. ગુરુજીએ કહ્યું કે, “બોલ જશા !” ત્યારે ઉપાધ્યાયજી મહારાજે કહ્યું, “સાહેબ! સઝાય તે આવડતી નથી.” ત્યારે શ્રાવકોમાંથી કોઈક બોલી ઊઠયું કે, “બાર વર્ષ કાશીમાં ભણું – રહી શું ઘાસ વાઢયું ?” ઉપાધ્યાયજી મ. તે સમયે તે ચૂપ રહ્યા પણ બીજે દિવસે સઝાયને અવસર પામી આદેશ માગી સજઝાય કહેવા માંડી. વખત ઘણે વીતવા માંડ્યો બધા અકળાયા પણ ઉપાધ્યાયજી મહારાજે તે સઝાય બલવી ચાલુ જ રાખી. ટકોર કરનાર ટકેર કરવામાં ઉતાવળા હોય છે તેમ અકળાઈ જવામાં પણ સહુથી આગળ હોય છે. એટલે જેમણે આગલા દિવસે ટકોર કરી હતી તે જ શ્રાવકે કહ્યું કે, “હવે ક્યાં સુધી ચાલશે?” જવાબમાં ઉપાધ્યાયજી મશ્રીએ કહ્યું કે – “કાશીમાં ૧૨ વર્ષ સુધી વાવેલા ઘાસના આ તો પૂળા બંધાય છે.” આથી ટકોર કરનાર શ્રાવક ઝંખવાણું પડથા અને ક્ષમા યાચી તેમની વિદ્વત્તાની સ્તુતિ કરવા લાગ્યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org