Book Title: Jain Sahitya Samaroha Guchha 2
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
શ્રીમદ વિજયજી મહારાજ અને ખંભાત ૧૬૯
આ જ પ્રસંગ અમદાવાદમાં “ભગવતીજી સૂત્ર' ઉપરની સજઝાય માટે બન્યા છે. 1. કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રસૂરિ, ઉદયનમંત્રી, મહારાજા કુમારપાલ વસ્તુપાલ-તેજપાલ આદિના સુવર્ણમય જીવનથી જવલંત અને નવાંગી ટીકાકાર શ્રી અભયદેવસૂરિ મહારાજથી આરાધનાપ્રાપ્ત આરાધ્યદેવ શ્રી સ્થંભન પાર્શ્વનાથના નામે થંભનઉર તરીકે પ્રસિદ્ધ થયેલ ખંભાત શહેરમાં ઉપાધ્યાયજી મહારાજ એક વખત વ્યાખ્યાન આપી ૨હ્યા હતા. સભા તેઓશ્રીની અમૃતવાણી સાંભળવામાં એકતાન હતી. . ઉપાધ્યાયજી મહારાજના વિદ્યાગુરુ એક વખત ખૂબ જ દરિદ્રાવસ્થામાં આવી ગયેલા અને પોતાના શિષ્ય ઉચ્ચ કોટિના વિદ્વાન અને પ્રખર વ્યાખ્યાતા બનેલ છે એમ જાણે તેમની શોધ કરતાં કરતાં ખંભાતમાં બરાબર ચાલું વ્યાખ્યાનમાં જ આવી પહોંચ્યા ઉપાછએ એકદમ તેમને ઓળખી લીધા અને તેમને જોતાંની સાથે જ પરિસ્થિતિનું માપ કાઢી લીધું અને પોતાની અમૃતેરસભરી વાણુને પ્રવાહ એકદમ વિદ્યાની મહત્તામાં ફેરવ્યો અને અંતે જણાવ્યું કે મારામાં આજે જે કંઈક અંશે પણ વિદ્વતા કે વકતૃત્વ જોઈ શકો છો તે આ આગન્તુક મહાનુભાવને જ પ્રભાવ છે. એમ જણાવી વિદ્યાગુરુની ઓળખાણ આપવા સાથે જ્ઞાન, જ્ઞાની તથા જ્ઞાનનાં સાધનોનું બહુમાન સૂચવતું એવું અસરકારક વ્યાખ્યાન આપ્યું કે જેના પ્રભાવે પરિસિ ભણાવવાના સમયે ત્યાં બેઠેલા દરેક શ્રાવક-શ્રાવિકાઓએ પોતે પહેરેલાં સુવર્ણનાં આભૂષણેને ગુરુક્ષિણા માટે ઢગલો કરી દીધો. આવા જૈન શાસનના શિરતાજ મહાન ગુરુ તેમના ય ગુરુના ચરણોમાં ધરી દીધા છે (તદ્દન સસ્તા જભાને જેમાં શુદ્ધ ઘી ૧ રૂ. નું ૨૧ શેર અને ધઉં ૧ રૂ ના ૧૬૧ શેર મળતા હતા તેવા જમાનામાં) રૂ. ૭૦ હજારની કિંમતના થાય,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org