Book Title: Jain Sahitya Samaroha Guchha 2
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
ઇતિહાસની આરસીમાં જૈન તીર્થધામ ખંભાત ૧૪૭ રિપિટ ને નામે પ્રગટ કરેલી, જેની એક નકલ વડોદરાના ઓરિએન્ટલ ઇન્સ્ટીટયુટમાં છે. પીટર્સન પછી સં. ૨૦૦૯માં મુનિ શ્રી પુણ્યવિજયજીએ એક સૂચિ તૈયાર કરેલી.
શ્રી શાંતિનાથ તાડપત્રીય ભંડારમાં આજે લગભગ પણ ત્રણસે જેટલી તાડપત્રીય પિથીઓ છે, જેમાંથી સંખ્યાબંધ પ્રત કલાપૂર્ણ ચિત્રોથી અલંકૃત છે.
શ્રી હરિભદ્રસૂરિ-વિરચિત “યોગશતક” નામના અલભ્ય ગ્રંથની નકલ આ ભંડારમાં જોવા મળે છે. આ ઉપરાંત વિક્રમ સંવત ૧૨૧૨ માં લખાયેલ એક પોથી કે જે ગુજરેશ્વર ચૌલુક્યરાજ શ્રી કુમારપાલદેવના વખતમાં લખાયેલી લાટ પ્રદેશની ઓળખ આપતી પિથી તથા મહાકવિ કાલિદાસનું “રઘુવંશ', વાક્પતિરાજના ગકડવણે” તેમજ પ્રાકૃત કાવ્યની પ્રાચીન પ્રતે, જયમંગલકૃત કવિશિક્ષા' અને રવિ ગુણાચાર્ય તેમજ પરમ શૈવાચાર્ય મુમુણિદેવકૃત “સૂક્તાવલીઓ” જેવા ધણુ ગ્રંથે આ ભંડારમાં સંગ્રહાયેલા છે. ને નોંધવા જેવી વાત તો એ છે કે વિ. સં. ૧૨૯૦ માં વસ્તુપાલે સ્વહસ્તે લખેલ “ધર્માલ્યુદય મહાકાવ્ય” ની પોથી અહીં સચવાઈ છે. મહામાત્ય વસ્તુપાલ જેવી સર્વમાન્ય ઐતિહાસિક વ્યક્તિના હસ્તાક્ષરનું દર્શન આજ પર્યન્ત બીજે ક્યાં ય થયું નથી. પરંતુ ખંભાતના આ જ્ઞાન ભંડારે આપણને એ મહત્વની અને અપૂર્વ ઐતિહાસિક સામગ્રી પૂરી પાડી છે. * વિજયનેમિસૂરિજી જ્ઞાનભંડારમાં એકંદરે વીસ હજાર જેટલી હસ્તપત્રો સચવાયેલી છે જેમાં વિનયવિજયજીએ જૂનાગઢમાં રચેલ
લેકપ્રકાશ”નામે બૃહદ્ ગ્રંથ જેવો વિશ્વવિદ્યા(encyclopedia)ને ગ્રંથ સચવાયેલું છે. -
શ્રી નીતિવિજયજી જ્ઞાનભંડારમાં પાંચેક હજાર જેટલા પ્રાચીન એવા શ્રેષ્ઠ જૈન ગ્રં છે. વિક્રમની પંદરમી સદીના ઉત્તરાર્ધમાં કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org