Book Title: Jain Sahitya Samaroha Guchha 2
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
ઉપસર્ગ
૧૯
સાધુઓએ મનુષ્ય, દેવતા વગેરેએ કરેલા આવા બધા ઉપસર્ગો સમતાથી સહન કરવા જોઈએ. એ વખતે મનમાં જરા પણ ક્રોધ કે કલેશ ન આણુ જોઈએ. અને કસોટીમાંથી પાર પડવું જોઈએ. સાચા મુમુક્ષુ સાધુઓએ દુઃખ કે કષ્ટ આવી પડે ત્યારે પણ સમતામય જીવન જીવવું જોઈએ. ભયંકર કર્મોની નિર્જરા માટે પોતાને એક અપૂ ર્વ નિમિત્ત મળ્યું છે એમ સમજવું જોઈએ.
શાસ્ત્રકારે આ ચાર મુખ્ય પ્રકારના ઉપસર્ગના સેળ પેટા પ્રકાર નીચે પ્રમાણે કહ્યા છે : (૧) દેવકૃત -
૧. રાગથી અથવા હાસ્યથી, ૨. ષથી, ૩. વિમર્શથી અથવા પરીક્ષાથી (વેદના સહન કરી શકે છે કે નહિ તે દઢતા જોવા માટે પરીક્ષા કરવી તે), ૪. પૃથકવિમાત્રા (ધર્મની ઈર્ષ્યા આદિને અંગે વક્રિય શરીરે કરીને ઉપસર્ગ કરે છે તે.) (૨) મનુષ્યકૃત
૧. રાગથી અથવા હાસ્યથી, ૨, ૮ષથી, ૩. વિમર્શથી, ૪. કુશીલથી (ઉ. ત., બ્રહ્મચારીથી પુત્ર થાય તે બળવાન હોય છે એમ ધારીને કેઈ સ્ત્રી ધર્મવાસના વિનાના સાધુને બ્રહ્મચર્યથી ચલિત કરવા અનુકૂળ ઉપસર્ગ કરે તે.) (૩) તિર્યચકૃત
૧. ભયથી (મનુષ્યને જોઈને તે મને મારશે એમ ધારી સામું ધસે તે) ૨. શ્રેષથી, ૩. આહાર માટે (ભૂખ લાગ્યાથી તેનું નિવારણ કરવા માટે વાઘ, શિયાળ, ગરુડ વગેરે ઉપગ કરે તે) અને ઝ. પિતાના સંરક્ષણ નિમિત્તે સામો પ્રહાર કરે તે.
Jain Education International
For Private & Personal Use Only.
www.jainelibrary.org