Book Title: Jain Sahitya Samaroha Guchha 2
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૧૫૨
જૈન સાહિત્ય સમારેહ – ગુચ્છ ૨.
ચૈિત્ય કરાવ્યાં. (ખંભાતમાં ચૈત્યોનાં નામ અને રચનામાં વખતોવખત ફેરફાર થયેલ હોવાથી આ ચિ આજે ચક્કસ પણે ઓળખી શકાતાં નથી.) ઉપરાંત વસ્તુપાલે જળ અને
સ્થળમાંથી આવતા વેપારીઓના સુખ-આરામ અને દાણ* પાણી માટે બે મંડપ અલગ કરાવેલા. ગરીઓ માટે એમણે દાનશાળાઓ ખોલાવી. સમુદ્રકિનારે મરછીમારી બંધ કરાવી. આ પ્રમાણે શ્રીમંત અને ધીમંત મંત્રીએ સ્તંભતીર્થમાં જિનભવને, શિવભવને અને ધર્મશાળાઓ બંધાવ્યાં; અનેક જિનબિંબો કરાવ્યાં અને પ્રતિષ્ઠિત પણ કરાવ્યાં; કવિઓ અને વિદ્વાનોને પ્રોત્સાહન આપ્યું, ગ્રંથ લખાવ્યા ને સરસ્વતી-ભાંડાગાર કરાવ્યા. આમ અનેકવિધ સુકૃત્ય કરવામાં વસ્તુપાલે પાંચ કરોડ કમ્પને વ્યય કરી પિતાની સમૃદ્ધિને ચરિતાર્થ કરી. (ફાર્બસ, રાસમાલા, પુ. ૧, પૃ. ૨૫૭-૧૫૮)
આબુ પરના એક લેખમાંના કલેકમાં જણાવ્યું છે કે, “તેજપાલ મંત્રીએ સ્તંભતીર્થમાં બનેલું અને આંખને અમૃત સમાન અને કસાયેલા પથ્થરનું બનાવેલું બિંબ ત્યાં સ્થાપ્યું અને તે ખંભાતથી લાવીને ત્યાં મૂકવામાં આવ્યું. તેની પ્રતિષ્ટા નાગેન્દ્ર ગ૭ના હરિભદ્રસૂરિના શિષ્ય શ્રી વિજયસેનસૂરિ પાસે મહત્સવ પૂર્વક વિ. સં. ૧૨૮૭ (ઈ. સ. ૧૨૩૧)ના ચિત્ર વદિ ૩ ને રવિવારના દિવસે કરવામાં આવી. (અબુદક૫, “જૈન સત્યપ્રકાશ”, પુ. ૬, પૃ. ૨૩૭). આ મૂર્તિને પથ્થર ખંભાતમાં લાવવામાં આવ્યું હશે, અને તેની મૂર્તિ તૈયાર કરી આબુ પર્વત ઉપર લઈ જવામાં કેટલી મહેનત અને કેટલે ખર્ચ થયે હશે તેને વિચાર કરતાં એ સમયની ધર્મભાવનાની પ્રતીતિ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org