Book Title: Jain Sahitya Samaroha Guchha 2
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
ધ્યેય, ધ્યાન, ધ્યાતા
૧૧૫ બાહ્યમાં કાયગમાં અવિરતિનો ત્યાગ કરી દેશવિરતિમાં આવીને સર્વવિતિ સ્વીકારી સ્થવિરકલ્પ-જિનકલ્પને પામવાનું છે. જ્યારે અત્યંતરમાં મનેયેગમાં અશુભ ભાવ-અશુભ વિકલ્પને ત્યાગ કરી શુભ ભાવ ભાવતાં ભાવતાં શુભ વિકલ્પમાં રમમાણુ વહી પરાકાષ્ઠાએ નિર્વિકલ્પ ઉપયોગમાં આવતાં આવતાં નિર્વિકલ્પ થવાનું છે.
મનમાં કે જ્યાંથી રાગદ્વેષાદિ તથા વાસનાદિ ઉત્પન્ન થાય છે ત્યાં તેના ઉપયોગ વડે જતાં અને મારતાં આવડે ત્યારે મેહનીય કર્મની નિર્જરા થાય.
ક્રિયા ભાવમાં; ભાવ દયાનમાં અને ધ્યાન જ્ઞાનમાં અર્થાત કેવલજ્ઞાનમાં પરિણમવું જોઈએ.
જ્ઞાન એટલે નિજસ્વરૂપનું ભાન ! નિજ ભાન થયાં પછી જ ધ્યાન થાય !
ત્યાગ-વિરાગ સાધન શ્રેષ્ઠ છે. એમાં બાહ્ય સાંયોગિક સંબંધને અભાવ કરવાનો હોય છે. બાહ્ય પદાર્થોથી સંબંધિત આ ક્રિયા છે, અને તેથી તે નિષેધાત્મક – Nagative – ધર્મ છે, જે ધર્મના બળે વિધેયાત્મક ધમ એવાં જ્ઞાન અને ધ્યાન સહજ બને છે. બાકી જ્ઞાન (કેવલજ્ઞાન) અને શુદ્ધસ્વરૂપ વેદન (ધ્યાનમાં જેની ઝલકઆસ્વાદ મળે છે) એ સાધ્ય છે. જ્ઞાન અને દયાનને સ્વરૂપથી સંબંધ છે. એથી એ તદ્દરૂપ સંબંધ છે.
બાહ્ય સાધના + અત્યંતર સાધના = અખંડ મોક્ષમાર્ગ
(ત્યાગ વિરાગ-વ્યવહાર) + જ્ઞાન-ધ્યાન-અત્યંતર નિશ્ચયાત્મક સાધના.
અખંડ મોક્ષમાર્ગ = નિરાવરણ-નિર્વિકલ્પ–વીતરાગતા–સર્વજ્ઞતાની પ્રાપ્તિ, નિશ્ચય, નિત્ય, સત્ સ્વરૂપની પ્રાપ્તિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org