Book Title: Jain Sahitya Samaroha Guchha 2
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
રેત સાહિત્ય સમારોહ શુછ ૨ પોતાની કુળપરંપરામાં પળાતા આવતા કામના સિદ્ધાંતો -પ્રતિ અંધશ્રદ્ધાપૂર્વક નિરપેક્ષપણે ગ્રહણ કરેલી તેમજ પોતાના સંપ્રદાયના સંકુચિત ઢાંચામાં બંધાઈ ગ્રહણ કરેલી એકાંત માન્યતાઓ અર્થાત્ અન્ય દષ્ટિબિંદુઓનો તિરસ્કાર કરી પિતાને ઈષ્ટ એવા કોઈ એક દષ્ટિબિંદપૂર્વક વસ્તુનું એકાંગી દર્શન કરી દઢ કરેલી માન્યતાઓ બુદ્ધિને એકાંતની આગ્રહી બનાવે છે. ધર્મ અને સંપ્રદાયની બુદ્ધિ પરની પકડ અત્યંત મજબૂત હોય છે. ભલભલા તીવ્ર બુદ્ધિશાળીએ પણ આ પકડમાંથી બુદ્ધિને છોડાવી તટસ્થ ભાવે વિચારવિમર્શ કરી શક્તા નથી અને તત્ત્વનું યથાર્થ સ્વરૂપ પામી શકતા નથી – તીવ્ર બુદ્ધિ હોવા છતાં.
આવી જ રીતે કેઈ વ્યક્તિના પ્રભાવશાળી વ્યક્તિત્વથી અથવા કોઈની વાક્પટુતાથી અથવા કોઈની તીવ્ર બુદ્ધિપ્રભાથી અંજાઈ જઈને મનુષ્ય પોતાની સ્વતંત્ર વિચારશકિત આઈ બેસે છે અને જેનાથી તે અંજાય છે તેને પિતાને આદર્શ માની તે જેિ કંઈ કહે છે તેને વગર-વિચાયે તુરત જ સ્વીકારી લે છે. આજકાલ આવાં ઘણું દષ્ટાંતો પ્રાપ્ત થાય છે. સુધારાવાદ, પ્રગતિ વાદ સામ્યવાદ, સમાજવાદ, લોકશાહીવાદ, ધર્મનિરપેક્ષવાદ સર્વ. ધર્મ સમભાવવાદ, એકધર્મવાદ ઇત્યાદિ અનેક વાદની સંદિગ્ધ, અસ્પષ્ટ, વિસંવાદી એકાંત અને આ વાદેના પ્રવર્ત કેની વૃત્તિએને અનુકૂળ થાય તેમ નિરંતર રંગ બદલતી છતાં પણ સમાજના -નાયક સમાન ગણતા બુદ્ધિજીવી શિક્ષિતવર્ગમાં પ્રતિષ્ઠા અને આદર પામેલી અને તે વાદોના વિરોધીઓને “રૂઢિચુસ્ત ', “જૂનવાણું', પ્રત્યાધાતી' 'આદિની બદનામ ઉપાધિઓ પ્રદાન કરતી માન્યતાએમાં સર્વાંગી વિચારવિમર્શ કર્યા વિના બંધાઈ ગયેલી બુદ્ધિ તેની -તટસ્થતા ગુમાવી બેસે છે અને અનેકાંત વસ્તુના દશનથી વંચિત રહી જાય છે આ પ્રમાણે બુદ્ધિની વક્રગતિના મૂળમાં જે રાગ છે તે દષ્ટિરાગ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org