Book Title: Jain Sahitya Samaroha Guchha 2
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
અનેકાંતદર્શનનું સામાન્ય સ્વરૂપ
૭૩ અભેદસ્વરૂપ) નિત્ય, શાશ્વત જીવકવ્ય જ જણાય છે. આ જ વસ્તુ છે. જે પોતાના એક અખંડ સ્વરૂપમાં હંમેશાં અવસ્થિત છે તે જ તાત્વિક વસ્તુ છે, તે જ સત્ય છે. તમે માનો છે તે પર્યાયે કે જે પૂર્વે હતા નહિ અને જે ઉત્તરકાળમાં પણ નથી તે વર્તમાનમાં આવ્યા ક્યાંથી? આવી અસત્ વસ્તુને મનાય જ કેમ? આવી રીતે જે નવ વસ્તુને અખંડ, અભેદ, અવિશેષિત પોતાના સામાન્ય એક રૂપમાં સદા અવસ્થિત નિત્ય અર્થાત અવિનાશી માને છે તેને કવ્યાર્થિક અથવા દ્વવ્યાસ્તિક નય કહેવાય છે. કવ્યાર્થિક નય અભેદ દૃષ્ટિ છે, કારણ કે દ્રવ્ય જે ભિન્ન ભિન્ન પર્યાયભેદને પ્રાપ્ત કરવા થકી નિરંતર કાળમાં નિર્ગમન કરે છે તે પર્યાયે આ દૃષ્ટિમાં ઉપલબ્ધ થતા જ નથી. આ નય દ્રવ્યને જ સત માને છે અને પર્યાયને અસત્ માને છે. પર્યાયાર્થિક નયની ભેદદષ્ટિ
“નામ તેનો નાશ છે” કહેનારની દષ્ટિનું હવે વિશ્લેષણ કરીએ દ્રવ્ય કાળક્રમે જે ભિન્ન ભિન્ન પર્યાયને ધારણ કરે છે તે પર્યાયામાં જ આ નયની દષ્ટિ ખૂંપી ગઈ છે. તે ભિન્ન ભિન્ન પર્યાને જે ધારણ કરે છે તે, અથવા તે ભિન્ન ભિન્ન પર્યાય જેના થાય છે તે, અથવા તે ભિન્ન ભિન્ન પર્યાયમાં અનુગત જે સામાન્ય વસ્તુ છે તે દ્રવ્ય આ દષ્ટિમાં ઉપલબ્ધ થતું જ નથી. તેની દષ્ટિમાં તે પ્રતિક્ષણ ઉત્પન્ન થતા અને અનંતર સમયે નાશ પામતા માત્ર પર્યાયે જ ઉપલબ્ધ થાય છે. પર્યાય-પર્યાયમાં તેને માત્ર ભેદ જ જણાય છે, પ્રત્યેક પર્યાય તેને વિશેષ સ્વરૂપમાં જ જણાય છે. આથી તેની દષ્ટિમાં વસ્તુમાત્ર ક્ષણક્ષયી યાને નાશવંત છે. આ સર્વ પર્યાયોમાં અનુગત દ્રવ્ય નામની કોઈ નિત્ય અને સામાન્ય વસ્તુ આ નયમાં ઉપલબ્ધ થતી નથી તેથી તે માને કેમ? આથી તે દ્રવ્યને અસત્ માને છે. આ નય તે કહે છે, “દ્રવ્ય નામની કોઈ
Jain Education International
For
For Private & Personal Use Only
www.jainelibrary.org