Book Title: Jain Sahitya Samaroha Guchha 2
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
જૈન સાહિત્ય સમારોહ – ગુચ્છ છે.
સામાન્ય છે અને પર્યાય વિશેષ છે. વળી જેમ સામાન્યની ઉપલબ્ધિ તેના કોઈ ને કોઈ વિશેષમાં જ થાય છે તેમ દ્રવ્યની ઉપલબ્ધિ પણ તિના કેઈ ને કોઈ પર્યાયમાં જ થાય છે. અને જેમ સામાન્ય રહિત વિશેષ નથી અને વિશેષ રહિત સામાન્ય નથી તેમ દ્રવ્ય પર્યાય રહિત અને પર્યાય દ્રવ્ય રહિત કદાપિ પ્રાપ્ત થાય નહિ. ટૂંકમાં સામાન્ય સત્તા અને વિશેષ સત્તા તાદાભ્યસ્વરૂપ છે અર્થાત એકાત્મક છે. તે બે પૃથફ પૃથફ વસ્તુ નથી. એકબીજાની અભિવ્યંજક છે. કોઈ પણ એક બીજા વિના રહી શકે નહિ. આવી જ રીતે એક અને અનેક, નિત્ય અને અનિત્ય, ભેદ અને અભેદ, સદશ અને વિસદશ, તત્. અને અતત યાને તદ્દભાવ અને અતભાવ, અન્વય અને વ્યતિરેક, સત અને અસત, પરિણમી અને અપરિણામી, નિવિકલ્પ અને સવિકલ્પ ઇત્યાદિ પરસ્પર વિરોધી અને ધર્મયુગલમય જાણે વસ્તુ ગુશ્કિત થઈ રહી છે. આ જ અનેકાંત સિદ્ધાંતનું હાર્દ છે. અનેકાંતમાં “અંત”ને અર્થ ધર્મ છે. આથી સામાન્ય રીતે કહેવાય છે કે વસ્તુ અનંત ધર્માત્મક છે. આ અનેકાંત સિદ્ધાન્ત છે. પરંતુ આમ માનીએ તે વસ્તુમાં અનેક ગુણધર્મો જેવા કે સત્વ, રજ અને તમ માને તે એકાંતદર્શન પણ અનેકાંતદર્શન બની જાય. આથી અનેકાંતસિદ્ધાન્તનું વિધાન છેઃ પરસ્પરવિરોધી એવા અનેક ધર્મયુગલમય વસ્તુ છે.” વધુ સ્પષ્ટતાપૂર્વક કહેતાં પરસ્પરવિરોધી અનેક નની અપેક્ષાપૂર્વક વસ્તુમાં પરસ્પરવિરોધી અનેક ધર્મયુગલનું વ્યવસ્થાપન કરે છે તે અનેકાંત સિદ્ધાન્ત છે.”
અંતે આચાર્ય સત્તમ શ્રી જિનભદ્રગણિક્ષમાશ્રમણ-રચિત શ્રી જિનશાસનના આગમ-તકસાહિત્યના રતન સમાન શ્રી વિશેષાવશ્યકભાણની ૩રમી ગાથામાં સામાન્યનું જે માર્મિક સ્વરૂપ આપ્યું છે તેને ઉલેખ કરી સામાન્યના બે ભેદનું સ્વરૂપ-કથન કરીશું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org