Book Title: Jain Sahitya Samaroha Guchha 2
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
ધ્યેય, ધ્યાન, ધ્યાતા
ધ્યાન એ અનલ-અગ્નિતત્ત્વ છે, જે આત્મા પરના આવરણને આળી નાંખે છે એટલે કે આવરણુભ ́ગ કરે છે. અગ્નિ એ તેજ તત્ત્વ છે.
ઊર્
-
જીવ અને શિવ – પરમાત્માની જાતિ ઐકન્યતા છે. ઉભયનુ સ્વરૂપ એકસરખું હોવા છતાં જીવ સ્વરૂપતે વિકારીપણે વેદ છે. જ્યારે પરમાત્મા (શિવ-સિદ્ધ )– સિદ્ધ પરમાત્મા સ્વરૂપને અવિકારીપણે વેદે છે. અવિકારી સ્વરૂપને જે વેદે છે એનું નામ અરિહંત છે, સિદ્ધ પરમાત્મા છે.
આધિ, વ્યાધિ અને ઉપાધિ એ ત્રિવિધ તાપથી કયા સાંસારી બચ્યા છે? આધિ એ મનને તાપ છે, મનના સંતાપ છે, ફ્લેશ છે, ઉદ્વેગ છે, અસ્વસ્થતા છે, વ્યગ્રતા છે. જ્યારે ઉપાધિ એ બહારની-આસપાસની પ્રતિકૂળતા છે, સંચાગા, પ્રસંગો અને પરિસ્થિતિની પ્રતિકૂળતા છે અને વ્યાધિ એ તનના તાપ છે, તનની અસ્વસ્થતા છે, તનની વ્યગ્રતા છે, તનના રાગ છે. વ્યાધિ અને ઉપાધિથી છૂટાય કે છૂટકાય એવું નથી. એમાં આત્મા પરાધીન છે. પરંતુ વ્યાધિ અને ઉપાધિની અસર મન સુધી ત પહેાંચવા દઈ આધિની આંધી ઊભી ન થવા દેવાનુ આત્માના પોતાના હાથમાં છે. મનને ગમે એવા સ`યાગામાં-પ્રસ`ગામાં પરિસ્થિતિમાં – વ્યાધિ કે ઉપાધિમાં સમ રાખવા આત્મા સમર્થ છે, સ્વાધીન છે. માટે જ સમાધિ શબ્દને આધિની સામે પ્રાજવામાં આવ્યું છે, અને નહિ કે સમવ્યાધિ કે સમેાપાધિ, વ્યાધિ અને ઉપાધિની વચ્ચેાવચ્ચ પણ જે વ્યાધિ અને ઉપાધિક થઈ મનને સમ રાખી શકે છે. અને આધિમાં અટવાતા નથી તે સમાધિમાં રહે છે એમ કહેવાય છે. સમાધિમાં રહેવાથી જ આધિ, વ્યાધિ અને ઉપાધિના ત્રિવિધ તાપ ટાળી શકાય છે અને પરિણામે અતે પરમસમાધિસ્વરૂપ - પરમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org