Book Title: Jain Sahitya Samaroha Guchha 2
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૭૬
જૈન સાહિત્ય સમારોહ – ગુરછ ૨
ભિન્ન ભિન્ન દેશોમાં અલગ અલગ પ્રજ વસે છે તેથી અનેક ભાષાઓને વિકાસ થયો છે. ભાષાઓની અનેક્તા છતાં તે પ્રત્યેક ભાષામાંથી ઉત્પન્ન થતા વ્યાકરણશાસ્ત્રોની સમાનતામાં કર્યું કારણ છે? આ સમાનતા આકસ્મિક તો માની ન શકાય. આની પાછળનું રહસ્ય તો એક જ છે કે ભાષાની રચના દર્શનશાસ્ત્રના બિલકુલ .અજાણ એવા અબુધ જનોએ કરી હોવા છતાં પણ તે નૈસર્ગિક પદાર્થોને અનુસરતી હોય છે. આથી લોકભાષામાં અંતભૂત થયેલા સિદ્ધાંતનું વિશ્લેષણ કરનાર વ્યાકરણશાસ્ત્ર જ્યારે અનેકના સંગ્રહને એક સામાન્ય નામથી એકવચનમાં સંબોધે છે ત્યારે તે સંબોધન જે દષ્ટિનું આલંબન લે છે તે લૌકિક વ્યવહારમાં પ્રતિષ્ઠા પામેલી યથાર્થ દષ્ટિ છે અને તે જ સંગ્રહનીય છે.
એક જ કાળમાં અવસ્થિત ભિન્ન ભિન્ન દેશમાં ક્ષેત્રમાં)* :૨હેલા પદાર્થોમાં રહેલા અન્ય વ્યવચ્છેદક અસાધારણ યાને વિશેષ ગુણધર્મો જેની દષ્ટિમાં આવતા જ નથી પરંતુ તે સર્વમાં અભેદ યાને એકત્વબુદ્ધિ ઉપન્ન કરનાર તે સવમાં રહેલા સામાન્ય ગુણધર્મો જ જેની દૃષ્ટિમાં ઉપલબ્ધ થાય છે તે અભેદ દષ્ટિ સંગ્રહાય છે. સંગ્રહનય વસ્તુસામાન્યને જ જુએ છે. તેની - દૃષ્ટિએ સામાન્ય જ સત્ છે. સંગ્રહનય વિશેષને અસત્ કહે છે, કારણ કે વસ્તુવસ્તુમાં ભેદબુદ્ધિ ઉત્પન્ન કરનાર તે તે વસ્તુમાં રહેલા અસાધારણ યાને વિશેષ ગુણધર્મો. સંગ્રહનયમાં ઉપલબ્ધ થતા જ નથી. વ્યવહારનયની ભેદદષ્ટિ
સંગ્રહનય કહે છે, 'જીવ એક છે.” જીવનું લક્ષણ ચેતના છે.
* સામાન્ય રીતે વસ્તુનું ક્ષેત્ર એટલે તે વસ્તુ અવગાહિત ક્ષેત્ર યાને -આકાશખંડ લેવામાં આવે છે પરંતુ તરવત: વસ્તુનું પ્રદેશદળ તેનું ક્ષેત્ર છે અને વસ્તુને દેશ કહેતાં તેનું પ્રદેશદળ સમજવાનું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org