Book Title: Jain Sahitya Samaroha Guchha 2
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
અનેકાંતદર્શનનું સામાન્ય સ્વરૂપ
તત્ત્વ અનુત્પન્ન અવિનાશી છે
આપણી દૃષ્ટિમર્યાદામાંથી કાઈ પટ્ટા દૂર થતાં આપણે તેને નશ માની લઈએ છીએ અને આપણી દૃષ્ટિમર્યાદામાં નવીન વસ્તુ ઉપથિત થતાં તેની ઉત્પત્તિ માની લઈએ છીએ. પરંતુ સૂક્ષ્મ વિચારણા નિણૅય કરે છે કે વસ્તુતઃ પદાર્થના નાશ નથી તેમજ અવસ્તુની ઉત્પત્તિ પણ નથી, અર્થાત્ સદ્ભાવના વંધ્યાપુત્રવત્ અત્યંતાભાવ થતા નથી તેમજ વ"ધ્યાપુત્રવત્ અત્યંતાભાવમાંથી. સદ્ભાવ નીપજતા નથી. ઉત્પત્તિ અને નાશ જણાય છે તે સ માત્ર રૂપાંતરા જ છે. ભાવના કદાષિ મૂળથી અભાવ થતા નથી પરંતુ અભાવ કાઈ અન્ય ભાવપૂર્વક જ થાય છે, જેમ કે માટીના પિડાકારને નાશ ધડાની ઉત્પત્તિપૂર્વક થાય છે. તેવી જ રીતે ધડાની ઉત્પત્તિ અર્થાત્ ઘટભાવ માટીના પિંડાકારના નાશપૂર્વક જ થાય છે, ભાવ અન્યના અભાવપૂર્વક જ થાય છે. જો આમ ન માનતાં માટી વિના ઘડાની ઉત્પત્તિ માનીએ તે તા અસની ઉત્પત્તિ માનવી પડે અને માટીના પિડાકારના નાશ થાય છતાં ઘટાદની ઉત્પત્તિ ન માનીએ તે સત્તા નાશ માનવા પડે, સત્ત્ના નાશ નથી અને અસી ઉત્પત્તિ નથી.' ન્યાયના આ સિદ્ધાંતના અપલાપ ઘટતા નથી. વિશ્વમાં કાઈ એક પરમાણુ પણ નવા ઊપજતા નથી કે જેટલા છે તેમાંથી એકના પણ નાશ કદાપિ થતા નથી. તેવી જ રીતે જગતમાં એક પણ જીવ નવા ઊપજતા નથી અને જેટલા છે તેમાંથી એકના પણ નાશ થતા નથી. જગતમાં મૂળભૂત દ્રવ્યોની સ ંખ્યા અચળ (constant) છે. તેમાં એકની પણુ દ્ધતિ ચા વૃદ્ધિ ઘટતી નથી. આધુનિક વિજ્ઞાન આ સિદ્ધાંત તેના ધનઝર્વેશન લૅા (conservation law) દ્વારા સ્વીકારે છે. વસ્તુની અનાદિ અનંતતા અર્થાત્ વસ્તુનું અનુત્પન્નપણું તેમજ તેનું અવિનાશીપણું સ્વીકાર્યા વિના કાઈ પણુ દર્શન યા વિજ્ઞાન પોતાનું માળખું ઊભું કરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org