Book Title: Jain Sahitya Samaroha Guchha 2
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
જૈન સાહિત્ય સમારોહ – ગુચ્છ ૨. તે દષ્ટિને મુક્ત કરી તેમાં નવા પ્રાણ પૂરે છે. એકાંતઆગ્રહની પકડમાથી મિથ્યાત્વને પ્રાપ્ત થયેલી દષ્ટિને મુક્ત કરી સમ્યતા બક્ષે છે.
એકાંતદર્શનવાદીઓ ભિન્ન ભિન્ન અનેક દષ્ટિબિંદુઓની વિષયભૂત અનેકાંત વસ્તુને પિતાના એક જ દકિટબિંદુથી પ્રાપ્ત થતા તેને અપૂર્ણ સ્વરૂપને સંપૂર્ણ માને છે તેથી, અથવા પિતાની તે દષ્ટિ, જ યથાર્થ છે તેમ માની અન્ય સર્વ દષ્ટિબિંદુઓનું નિરાકરણ કરે છે તેથી, અથવા પોતાના દર્શનને દૃષ્ટિસાપેક્ષ નહિ પરંતુ દષ્ટિનિરપેક્ષ માને છે. તેથી, એકાંતદર્શન મિયાદર્શન છે. એકાંતદષ્ટિ મિથ્યાદષ્ટિ છે. અનેકાંતવાદનું સ્વરૂપ હૃદયંગમ થાય નહિ તે જૈન દર્શન કોઈ પણ પદાર્થ સમજવામાં પારાવાર મુશ્કેલીઓ તે છે જ પરંતુ, તેને વિપરીતપણે ગ્રહણ કરાઈ જવાને ડર પણ રહે છે. અનેકાંતને ને માન અને તેનું ખંડન કરવું તે તો જાણે સમજ્યા પરંતુ વાચસ્પતિ મિશ્ર શ્રી શંકરસ્વામી, શ્રી ભાસ્કરાચાર્ય તેમજ રામાનુજસ્વામી જેવા પંડિતો અનેકાંતનું જે સ્વરૂપ જૈન દર્શનને અભિમત નથી એવું એક કાલ્પનિક સ્વરૂપ ઊભું કરીને તેનું ખંડન કરે છે, ત્યારે તે જેટલું હાસ્યાસ્પદ લાગે છે તેટલું જ ખેદજનક પણ લાગે છે. સર્વપલ્લી શ્રી રાધાકૃષ્ણન જેવા આધુનિક વિદ્વાને પણ આ દશનને ઉપરછલે અભ્યાસ કરી અનેકાંતવાદનું ખંડન કર્યું છે તે તેમણે આ વિષય સંબંધમાં ઇન્ડિયન ફિલોસોફી” નામના ગ્રંથમાં જે ઉલ્લેખ કર્યો છે તે પરથી સ્પષ્ટ જણાય છે. પિતાના દર્શન પ્રતિના તીવ્ર અભિનિવેશનું અથવા જૈન દર્શનનું ખંડન જ કરવું છે એવા અભિગ્રહપૂર્વક તેને અભ્યાસ કરવાનું આ સર્વ ફળ છે– પરિણામ છે. લેકવ્યવહાર, અનેકાંત સિદ્ધાંતને પ્રમાણભૂત ઠરાવે છે . કોઈ પણ દષ્ટિ પ્રતિરાગરહિત માધ્યસ્થ બુદ્ધિપૂર્વક અભ્યાસ કરવામાં આવે તો જેના દર્શન તેમજ તેને અનેકાંત સિદ્ધાંત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org