Book Title: Jain Sahitya Samaroha Guchha 2
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
જૈન સાહિત્ય સમારોહ – ગુચ્છ ૨ મેટી કિંમત ચૂકવીને લેવી પડી. ના લીધી હતી તે કદાચ અન્યત્ર .અને ઘણું ખરું તો વિદેશમાં ચાલી જાત. પહેલાં એવું હતું કે આવી પોથીઓને કઈ શ્રાવક કે શ્રાવિકા ખરીદી પછી કેાઈ સાધુને કે ચિકેશ(ભંડાર)ને અર્પણ કરી પોથીના પ્રાન્તભાગે તેની નેધ ઉમેરતા. આ એક સત્કર્મ, ધાર્મિક કૃત્ય ગણાતું. આજે ખુદ જૈન બંધુઓ જ એ વેચવાના ધંધા કરે છે. આના કરતાં તે, આગમપ્રભાકર મુનિશ્રી પુણ્યવિજયજી મહારાજશ્રીએ પોતાને સંગ્રહ લાલભાઈ દલપતભાઈ પ્રાચ્યવિદ્યામંદિરને આપી દઈ સુરક્ષિત બનાવ્યું તે વધુ સારું થયું. આજે ભંડારો સંભાળતા કેટલાક શ્રાવક બંધુઓ નિષ્કાળજી બન્યા છે, જેમને ભાષાનું કે પોથીનું જરાપણું જ્ઞાન નથી એવાઓના હાથમાં વ્યવસ્થા ચાલી જાય છે. વિદ્યાદેવીઓનાં વિરલ તાડપત્રીય ચિત્રોને એક કબાટના કાચ પાછળ બેહાલ દશામાં ધૂળ ખાતાં મુકાયેલાં કેટલાંક વર્ષો પૂર્વે મેં એક વિદેશી વિદુષી સાથે જેયાં હતાં. હવે જે કે હું ધારું છું કે એ વધુ સુરક્ષિત છે. પણ આ ઉપરથી ધડે લેવાનો એ છે કે ભંડારેની વ્યવસ્થા કેના હાથમાં હોવી જોઈએ તે આપણે બધાએ વિચારવાનું છે. જેની સાચવણુમાં જરાપણ શંકાને સ્થાન હોય તે સંગ્રહે પાટણની હેમચંદ્રાચાર્ય સ્મારક જ્ઞાનભંડાર સંસ્થા કે અમદાવાદની લાલભાઈ દલપતભાઈ સ્મારક સંસ્થાને કાયમ માટે કે નિયત સમય માટે સાચવવા સોંપી દેવા જોઈએ. આ જ રીતે દિગમ્બર સંઘ પણ એવી કોઈ સંસ્થા અવશ્ય જલદી ઊભી કરે. દિગમ્બર કે શ્વેતામ્બર સંઘની ચિત્રિત સામગ્રી કે અન્ય વિરલ પ્રતો ગમે તેવી મેટી વિદ્વાન કે ધનવાન જૈન વ્યક્તિને ધીરી હોય તોપણ તે ચેડા વખતમાં પાછી મેળવવાની સંપૂર્ણ વ્યવસ્થા હોવી જોઈએ. વિદ્વાનેને આ સર્વ સામગ્રી અભ્યાસ માટે તેમજ સંશોધન માટે ઉપલબ્ધ હોવી જ જોઈએ પણ તે સાથે સાથે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org