Book Title: Jain Sahitya Samaroha Guchha 2
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
જૈન કલા
૫૧ મળે છે. આમ છતાં પણ લાંછનેની આ યાદી સાતમા-આઠમા સકા સુધી પણ નિશ્ચિત સ્વરૂપ ના પામી હોય એવો સંભવ છે, કેમ કે રાજગિરની એક પ્રતિમા જેના મસ્તક પર નાગફણુઓ છે તેના લાંછન તરીકે હાથીની આકૃતિઓ બતાવી છે. એમ છતાં માની લઈએ કે લાંછને પાંચમા સૈકાથી શરૂ થયાં હશે. કહપસૂત્રમાં લાંછનોની યાદી નથી એ વાત પણ ઉપરના અનુમાનને પુષ્ટિકર્તા છે. ઉપલબ્ધ ક૯પસૂત્ર શ્રી દેવર્ધ્વિગણિ ક્ષમાશ્રમણના સમયની વાચનાનું છે.
રાજગિરની પાંચમા સૈકાની પ્રતિમામાં જેમ પહેલવહેલાં લાંછન જોવા મળે છે તેમ અકેટાની પાંચમા સૈકાની ઋષભનાથની પ્રતિમા પર પહેલવહેલાં વસ્ત્ર જોવા મળે છે. મેં આ વિષયની વિસ્તૃત ચર્ચા અંગ્રેજીમાં લખાયેલા મારા એક લેખમાં કરી છે. હકીકત એવી લાગે છે કે શ્વેતામ્બર તેમજ દિગમ્બર ફિરકાઓ વચ્ચે મૂર્તિભેદ શરૂઆતથી નહોતો. દિવસે દિવસે મતભેદે તીવ્ર થતા ગયા અને વધતા ગયા અને છેવટે લગભગ પાંચમા સૈકાના “ઉત્તરાર્ધમાં કે પૂર્વાર્ધમાં મૂર્તિભેદ પણ શરૂ થયું. શ્વેતામ્બર સંપ્રદાય વડે માન્ય સ્થવિરાવલિઓમાં મળતા આચાર્યોનાં, ગણોનાં તેમજ કુલેનાં નામવાળી અને કાત્સર્ગમુદ્રાની નગ્ન પ્રતિમાઓ કુષાણયુગની મથુરાથી મળી છે જે બતાવે છે કે મૂર્તિ પરત્વેને મતભેદ તે વખતે શરૂ થયો નહતો.
આ વાત અહીં રજૂ કરવાને ઉદ્દેશ એ છે કે આ બધી નક્કર હકીકતે સંશોધનમાં મળી આવ્યા પછી દિગમ્બર-શ્વેતામ્બર આજે હળીમળીને ના રહી શકે ? અને પદ્માસનસ્થ પ્રતિમાઓમાં તો સ્પષ્ટ રીતે નગ્નત્વ બતાવવાનું તે આચાર્ય બપ્પભટ્ટીના સમયમાં થયેલા ગિરનારના ઝઘડા પછી શરૂ થયું તે પણ યાદ રાખવું ઘટે.
મૌર્ય રાજવી.ચંદ્રચુમ્ર સાથે સ્થવિર આર્ય ભદ્રબાહુ દક્ષિણમાં
કારીયા અને વધતા વાયા નહોતા. તેમજ જિગર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org