Book Title: Jain Sahitya Samaroha Guchha 2
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
જૈન કલા
૪૭ તે તમામ સામગ્રી બરોબર સુરક્ષિત રીતે ભડારમાં સચવાય અને પરત આવવી જ જોઈએ, આ સર્વ પ્રાચીન સાંસ્કૃતિક વારસે જૈનસંઘની માલિકીન અને વ્યવસ્થા હેઠળ છે એટલું જ નહિ, પણ સમગ્ર ભારતીય સાંસ્કૃતિક વારસ હોવાને કારણે એ માટે જૈનેતર ભારતીય સમાજને વ્યવસ્થા સૂચવવા, વ્યવસ્થા રહે છે કે નહિ તે જોવાને હક્ક છે, એટલું જ નહિ પણ ફરજ છે, નૈતિક, ધાર્મિક ફરજ છે.
તીર્થોના ઝઘડા વિષે ઈશારો કર્યો તે સાથે સાથે એક વાત યાદ આવે છે. જૈન આગમો, પુરાણ, સાહિત્યકૃતિઓ, જૈન સ્થાપત્ય, જૈિન શિ આદિને ખૂબ ઝીણવટભર્યો અને મોટે ભાગે નિષ્પક્ષ અભ્યાસ આજે દેશભરમાં તથા વિદેશોમાં થઈ રહ્યો છે એ ખુશીની વાત છે, કેમ કે જૈન સમાજ – વેતામ્બર તેમજ દિગમ્બર સમાજ – સમજે તો એનાં ફળ ઘણાં મીઠાં છે અને જે સત્યદષ્ટિ અપનાવી વિચારે તો શ્વેતામ્બર અને દિગમ્બર ફિરકાઓ વચ્ચેનું વૈમનસ્ય મોટે ભાગે શમી જાય,
જેને પ્રતિમા વિજ્ઞાનના મારા અભ્યાસમાં પ્રાચીન જૈન કલાવશેષોના અભ્યાસમાં એવી ઘણું હકીકત તરી આવી છે જે સુશિક્ષિત જૈન સમાજે જાણવા જેવી છે. આપણે અહીં જૈન કલાનાં અવાં એકબે અંગે વિષે વિચારીશું.
બુદ્ધ ભગવાને પોતાની પ્રતિકૃતિઓની પૂજા કરવાની મનાઈ ફરમાવી હતી પણ શ્રી મહાવીર ભગવાને એવું કાંઈ કર્યાની કોઈ હકીકત મળતી નથી, પણ આગમાંના બહુ જ જૂજ પણ શંકાસ્પદ અથવા પાછળના સમયના હવાને સંભવવાળા ઉલેખો બાદ કરીએ તે શ્રી મહાવીર ભગવાનના સમયના કેઈ જૈન મંદિર અંગેની ચોક્કસ માહિતી મળતી નથી. તાવિક રીતે જૈન ધર્મમાં દ્રવ્યપૂજા એ ભાવપૂજા કરતાં ગૌણ છે. રાગદ્વેષરહિત જૈન તીર્થકર નિંદા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org