Book Title: Jain Sahitya Samaroha Guchha 2
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
જેન કલા'
૪૫
સરકારે એ જ પગલું કાયદાથી લેવડાવ્યું છે, અને registration કરાવવું પડયું છે. આ registrationથી બચવા આપણે ઘણું પ્રયત્ન કરી જોયા. એટલે સુધી કે કેટલાંક દેરાસરમાં ધાતુપ્રતિમા ઓને દીવાલ કે પીઠ સાથે સિમેન્ટથી જડી દેવાઈ, જેથી છુદી ના હેવાના કારણે registrationના ખર્ચ અને વિધિમાંથી ઊગરી જવાય. પણ આ સાથે એ પણ થયું કે પ્રતિમા પાછળનો લેખ સિમેન્ટમાં જડાઈ ગયો એ પાછળના લેખમાં શ્રાવકશ્રાવિકા, દાતાઓ તેમજ પ્રતિષ્ઠા કરનાર આચાર્યોનાં નામો પણ જડાઈ-ઢંકાઈ ગયાં. ચોરી કરનાર કે કરાવનાર માટે આવી પ્રતિમાઓને કાલક્રમે અદશ્ય કરવામાં ખાસ અડચણ પડવાની નથી. આ બધું કરવા છતાં મંદિરના વ્યવસ્થાપકોએ પોતે પ્રત્યેક પ્રતિમાના ફેટા લઈ, લેખોના ફેટા લઈ પિતાનાં મંદિરમાં પણ register બનાવી રાખ્યું હત. તે તે સારું રહેત. આવા તમામ registers ની એક એક નકલ શ્વેતામ્બર તેમજ દિગમ્બર સંધની પોતપોતાની સર્વોપરિ કે બહુમાન્ય કોઈ કેન્દ્રીય સંસ્થામાં સુરક્ષિત રહેવી જોઈએ. પ્રાચીન હસ્તલિખિત ભંડારોમાંથી પોથીઓ બાબતે પણ કોઈ વ્યવસ્થિત પદ્ધતિ અપનાવી જે તે ભંડારોની પ્રતાનાં સૂચિપત્ર તેમજ તમામ ચિત્રિત સામગ્રીના ફટાઓની બબ્બે નકલ બનાવી, એક એક નકલ જે તે ભંડારમાં અને બીજી નકલ આવી કેન્દ્રીય સંસ્થામાં જાળવવી. જોઈએ.
- સાધુમહારાજન, આચાર્ય મહારાજેના પિોતપોતાના સંગ્રહમાં અભ્યાસ તેમજ વ્યાખ્યાન માટે અને સંશોધન માટે અલગ અલગ પોથીઓ હોય છે. કાલક્રમે આ પ્રતિ બિનવારસી બની જાય છે તેમજ અસ્તવ્યસ્ત થઈ જાય છે. થોડાક જ વર્ષ પૂર્વે જેમને શાસ્ત્રસંગ્રહ હતો તેમનું નામ તથા જે શહેરમાં હતો તેના નામના સિક્કાવાળી એક પ્રત વેચાવા આવી ત્યારે એક મ્યુઝિયમને ઘણું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org