Book Title: Jain Sahitya Samaroha Guchha 2
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
જૈન કલા
ડૉ. ઉમાકાન્ત પ્રેમાનંદ શાહ
આજે જેન ગ્રંથસ્થ ચિત્ર જૈન ચિત્રિત વસ્ત્રપટો, ધાતુની તેમજ પાષાણની જૈન પ્રતિમાઓ, જૈન મંદિરનું સ્થાપત્ય – આ બધાંને ઝીણવટથી અભ્યાસ થવા માંડયો છે અને જેનાશ્રિત કલાની પોતાની આગવી ખૂબીઓથી આકર્ષાઈ દેશમાં તેમજ પરદેશમાં કલારસિક તેમજ મ્યુઝિયમ જૈન કલાવશેષો સંધર થઈ ગયાં છે. પરદેશીઓ ઘણું મટી કિંમત ચૂકવી જૈન ચિત્રો, ધાતુપ્રતિમાઓ, તેમજ પાષાણુશિલ્પો ખરીદી જાય છે. જૈન ધમે ભારતીય કલાના વિકાસમાં આપેલા બહુમૂલ્ય ફાળાની આ સાબિતી છે પણ આ પ્રવૃત્તિ, ખાસ કરીને વિદેશમાં ચોરીછૂપીથી તણાઈ જતી કલાકૃતિઓ જોતાં. આપણે માટે શોચનીય છે. જૈન ભંડારમાંથી અને જૈન મંદિરમાંથી ઊપડી જતી આ વિરલ કલાકૃતિઓને બચાવી. લેવા માટે સમગ્ર જૈન સમાજે સતત જાગ્રત રહેવું ઘટે થોડાંક વર્ષો ઉપર અમેરિકાના એક સુવિખ્યાત મ્યુઝિયમમાં તાડપત્ર પર લખાયેલા જૈન ગ્રંથમાંનાં કેટલાંક ચિત્ર પહોંચી ગયાં એના ફોટોગ્રાફ.
જ્યારે મને બતાવતામાં આવ્યા ત્યારે હું જોઈ શકો કે એમાંનાં કેટલાંક ચિત્ર એક જાણીતા જેન કેન્દ્રમાંના અમુક જૈન ભંડારનાં હતાં. આ જ ભંડારમાંથી કહે છે કે થોડાંક વર્ષ પૂર્વે અમુક જૈન તાડપત્રીય ગ્રંથ ઊપડી ગયા જે એક જૈન ભાઈ પાસેથી મળી આવ્યા અને એ પ્રકરણ પર પડદો પડયો. દેવશાના પાડાના અજીત વિરલ, અતિવ કિંમતી કલ્પસૂત્રનાં કેટલાંક ખોવાયેલાં સચિત્ર પાનાંઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org