Book Title: Jain Sahitya Samaroha Guchha 2
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
જૈન દાર્શનિક વિચારણને આદિકાળ
પ. દલસુખભાઈ માલવણિયા
સમયચર્ચા
જૈન ધર્મના સાહિત્યનો સ્ત્રોત જૈન આગમ છે. અને “જૈન આગમ” નામે અત્યારે જે સાહિત્ય આપણી સમક્ષ ઉપલબ્ધ છે તે બધું જ ભગવાન મહાવીરકાલીન છે અથવા તે તેમના પ્રધાન શિષ્ય ગણધરોએ રચેલું છે એમ કહી શકાય તેમ નથી. જૈન આગમ સાહિત્યના કાયદષ્ટિએ અનેક સ્તરે છે. યદ્યપિ જૈન આગમસાહિત્ય જે રૂપે આપણુ સમક્ષ છે તે વલભીમાં દેવર્ધિગણિએ લખેલ કે લખાવેલ છે અને તેને કાળ વીરનિર્વાણ પછી ૯૮૦ વર્ષ માનવામાં આવે છે, પરંતુ આને અર્થ એ તો નથી જ કે જૈન આગમની રચનાને એ સમય છે. જૈનાગમની ભાષા અને તેમાં પ્રતિપાદિત વિષયને અભ્યાસ કરી વિદ્વાને જે-તે આગમને કાળ જુદે જુદે માનતા થયા છે. વલભીમાં જે લેખન થયું તે પણ વલભી વાચનાનુસારી નથી પણ માધુરી વાચનાનુસારી છે એ પણ ધ્યાનમાં લેવું જરૂરી છે. રચના, વાચના અને લેખન એ બધું એકકાલીન નથી એ હવે સ્પષ્ટ થયું છે. પરંતુ હજી પણ એ અસંદિગ્ધ રૂપે સ્પષ્ટ નથી થયું કે વલભી લેખનમાં કેટલાં આગમોનો સમાવેશ હતો. નંદીસૂત્રમાં જે સૂચિ આવે છે તે બહુ મોટી છે. અને નંદીરચયિતા અને દેવર્ધિગણિ એક નથી. એટલે એમ તો ન જ કહી શકાય કે નંદિસૂચિમાં આવતાં બધાં જ અડગમોનું સંકલન માથુરીવાચનામાં થયું હતું, અને તે સૌનું લેખન વલભીમાં થયું હતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org