________________
( ૧૭ ) अथ बीजो खंड प्रारंभते, એકદા સામે રાવણ બીભીષણ અને કુંભકર્ણ ત્રણે ભાઈઓ એક સ્થળે બેઠા હતા. તેવામાં આકાશ માર્ગે જતો એક વીમાન તેઓએ દીઠા, તેવારે રાવણ પોતાની માતાને પુછવા લાગ્યો કે, આ વિમાનમાં બેશી કોણ જાય છે એવું પિતાના પુત્રનું બોલવું સાંભળી કેકશી કહેવા લાગી, કે હે પુત્ર એ મા હારી મોટી બેનને પુત્ર છે, એનું નામ વિશ્રવણ છે, ને સર્વ વિદ્યાધરનો રાજા જે ઇદ્ર તેનો એ એક મોટો ચાહે છે. અને માલી નામના તારા વડાઉવા ના ભાઈને યુદ્ધમાં મારીને ઇંદ્ર રાજાએ તેની લકા નગરીમાં એને બેસાર્યો છે, એવું સાંભળીને રાવણને લકા નગરી લેવાનું મન થયું. એમ જાણીને તેની માતા તેને કહેવા લાગી છે, તે માહારા વહાલા પુત્ર પુરવે ભીમેક ના મને રાજાએ શ્રી અજીતનાથજીની પરખદામાં બેઠેલા એક ઘનવાહન નામના વીઘાધરને “એ માહારો પુર્વ જન્મમાં પુત્ર હતો.”એવું સ્મરણ કરીને દુશમ નિોને નીરાશ કરવા સારૂ પિતાની વસાવેલી લંકા નગરીના રાજ્ય ઉપર બેસાર્યો અને તે દિવસથી તેને પિતાનો પુત્ર માનીને તેણે દીક્ષા લીધી, પતાની રાક્ષસી વિદ્યા તથા આ નવ રત્નો હાર, પણ તેણેજ આપ્યો છે, તે ઘનવાહન રાજા આપણા કુળનુ મુળ છે, તેની સર્વ સપતી તારા પીતા માહા સુમાલી રાજા સુધી ચાલી, પછી ઇંદ્ર રાજાએ તેનુ સર્વ રાજ્ય ખુચી લીધું. તે દીવસથી સુમાલી રાજા પાતાળ લંકામાં નાશી ગયો. તે હજી સુધી તીહાંજ રાજ્ય કરે છે, અને એ લંકામાં સુખે કરી તાહારા દુશમનો રાજ્ય કરે છે. તેનું દુઃખ હજુ સુધી તાહારા પીતાના મનમાં છે, પણ એ દોહાછે કયારે આવશે કે એ લકાના રાજ ઉપર હું તને બેઠેલો જોઇશ? લકાને લટનારાઓને તાહારા હાથ વતે બધીખાને નાખેલા હું જઈશ? ત્યારે જ હું પુત્રવતી સ્ત્રીઓમાં શિરોમણી થઈશ, હમણાં તો એ સર્વ માહારા મનમાં માનના મનોર્થ આકાશના કુલ જેવા છે, એવું પિતાની માતાનુ બેલવું સાંભળીને ત્યાં બેઠેલો બીભીષણ નામના રાવણને નાહાનો ભાઈ કહેવા લાગ્યો, I
હે માત તું ખેદ કર નહી, આ દસકંધ (રાવણ) ની તને ખબર નથી. આ I ની આગળ ઇંદ્ર તથા વિશ્રવણ, બીજા વિદ્યાધરે, રાજાઓ, દેવતાઓ અને
મનુષ્ય એ સર્વ પશુ જેવા છે, તે તો રહે પણ એકલો આ કુભકરણાજ સને I 4 પૃથ્વીને વશ કરવાને સમરથ છે, અને હું પણ આપણા સર્વ દુશમનને