________________
*
છે
ફુલો વરસાત કરવા લાગ્યા. . . . ‘: ત્યાર પછી રાવણ વાલી મુનિને વંદના તથા નમસ્કાર કરીને ત્યાંથી ચાલ્યો અષ્ટાપદ પર્વત ઉપર ભરતે સ્થાપેલા ચિત્યની વંદના કરવા સારૂ આ
વ્યો. ત્યા પિતાના ખડગાદિક સર્વ હથિયારે મુકીને, પિતાની સીઓ સહિત, રૂષભાદિક ચિત્યની આઠ પ્રકારે પુજા કરીને તેમની સામે અતિ આનદ વડે વીણા વગાડવા લાગ્યો, ખુબ ૨ગમાં આવતી વખતે તેની તાર તુટી પડી, તે જોઈને રાવણે પોતાની ભુજામાંથી એક જાડી નાડી, કહાડી, તેમાં જોડીને પ્રથમની પેઠે વગાડવા લાગ્યો. મુઈને સહિત, શુદ્ધ ગ્રામમાં આણીને એવી મધુરતાથી રાગ ગાવા લાગ્યો કે, સહજ ત્યાંના સી લોકોને આનદ થયે, તેમજ તેની સીઓ પણ નૃત્ય કરતી થકી અતિ મનોહર સ્વર સહિત ગાયને કરવા લાગી.
તે વખતે એક ધરણેક નામનો નાગેનો રાજા ચૈત્યવંદન કરવા સારૂ ત્યાં આવ્યો હતો તે રાવણની ભકિત જોઈને તેને કહેવા લાગ્યો; હે દશકધર, તે એવું મધુર ગાયન કરયુ! કે તેને ઉપમાજ ન. દેવાય. વળી તેમાં શ્રી ભગવાનને ગુણોનું વર્ણન છે. તેથી વિશેષ શોભા થઈ. એથી જણાય છે કે તારી શ્રીઅત્ વિશે ઘણી ભક્તિ છે તેથી હું તને પ્રસન થયો છું. અપી આ જે તે ભગવતના ગુણનું સ્તવન કરયુ, તેનું મુખ્ય ફળ તે મેક્ષ જ છે, તથાપી હજી તારી વાસના ગઈ નથી, માટે તું કાંઈ પણ મારી પાસે માંગ, હું તારા ઉપર અતિ પ્રસન થયો છું. એમ સાંભળીને તેને રાવણ કહે છે – હે નાગઢ, આ દેવાધિ દેવના ગુણોનું વર્ણન કરવાથી તુ રાજી થ માટે તું ધન્ય છે ને શ્રી અરિહંત વિશે એવો ભાવ રાખવો તે યોગ્ય જ છે. હે નાગે, મને દેનારો જે તુ, તેની સ્વામીને વિશે પુર્ણ ભક્તિ છે. તેમજ લેનારાની પણ તેવી જ ભકિત હોવાથી વિશેષ આનંદ થયો છે તે જ બસ છે. એવાં રાવણનાં યુતિનાં વાક્યો સાંભળીને તેને નાગેન્દ્ર કહે છે, હે રાવણ ઘણુ સારૂ કહ્યું. તું ઈચછા રહિત હોવાથી હું રાજી થયો છું. તોપણ મારૂ વચન વ્યર્થ ન થાય, એમ કહીને અમોઘવિજયા નામની વિદ્યા શક્તિ તેણે રાવણને દીધી, પછી ધરણે પોતાના સ્થાનકે ગયે. રાવણ પણ ત્યવદન કરીને ત્યાથી જતા નિત્યાલોક નામના નગરમાં જઈને ત્યાં રત્નાવલી નામની કન્યાની સાથે લગ્ન કરીને લકામાં ગયે. વાલી મુનિ પણ કાળે કરી
w
-
-
-
-
-