________________
. ( ૩ ). માં આને દેવ સહિત બોલવા લાગ્યો રે આ નદીમાં પાણી, આજે આવા સમયે આટલું બધું તને કોણે વધાર્યું છે? હું જિતનાથની પુજા કરતાં તેને કેયા દુષ્ટ નાશ કરે ? કોઈ દેવતા છે? કે માણસ છે? રાક્ષસ છે ! કે કોઈ વાનર છે ? (પોતાના યોદ્ધાઓ સામે જોઈને) જે હોય તેને આઈ બાંધીને લઈ આવે. તે વખતે કોઈ વિદ્યાધર ત્યાં આવીને કહે છે. તે સ્વામી, માહિષ્મતિ નામની નગરીનો સ્વામી, મહા પરાક્રમી, ને જેને હજારો રાજા છે, એવો સહસ્ત્રાંશુ નામનો રાજા છે. તેણે આ રેવા નદીને સેતુ બાંધીને તેમાં પોતાની સ્ત્રીઓ સહિત જલક્રીડા કરે છે. તેણે પિતાનું રક્ષણ કરવા સારૂ નદીના બેઉ તટ ઉપર મોટા મોટા હથિયારો સહિત કેટલાએક યોદ્ધાઓને ઉભા રાખ્યા છે. તે સેતુબંધના યોગે નદીનું પાણ વધ્યું છે. અને આ પુજામાં વિદ્યુન થવાનું કારણ પણ તે જ છે. તેની સ્ત્રીઓનાં વાપરેલાં ફુલો આ પાણીમાં તરતાં દેખાય છે. તથા તે રાજપનિઓએ પિતાના અગ ઊપર લગાડેલા કસ્તુરિઆદિકના વિલેપને ઘોવાઈ ગયાથી નદીનું પાણ ડોળાઈ ગયું છે, એવું સાંભળીને રાવણને કેધ ચડે તેને આવેશે પિતાના શુરવીરોને બોલાવીને કહ્યું કે, હું સુભટો, જેમ કાજળના યોગે સફેદ કપડાને દુષણ લાગે છે, તેમ આ મરણની સરણ જનારા રાજાના આંગ વડે દુષિત થએલાં પાણીથી આ મારી દેવપુજા રદ થઈ. માટે તમે ત્યાં જઈને, પોતાને શુરવીર જાણનારા જે યે સુભટ, તેઓને ટાટ બાંધીને મારી પાસે લઈ આવો. એવી રીતે રાવા પિતાના થોદ્ધાઓને આજ્ઞા કરતાં વેત જ કેટલાએક રાક્ષસ યોદ્ધાઓ ઇણી ઝડપથી જઈને રેવા નદીના કાંઠા ઉપર રહેલાં સહસાધુના સિન્યની સાથે યુદ્ધ કરવા મડી ગયા. તે જાણે એક વનના હાથીઓ બીજા વનના હાથીઓ ઊપર પડયા હેયની! રાવણના દાઓ આકાશમાં રહ્યા થકા પ્રથિવી ઉપર ઉભેલા સહસાથ રાજાના યોદ્ધાઓને મહા દુઃખ દવા લાગ્યા. પોતાના જન પીડાઓ છે એમ જાણીને, કેપે કરીને જેના હાથ ધ્રુજી રહ્યાં છે, તેમાં ધ્વજ ઝાલીને સહસ્રાંશુ રાજા પોતાના સૈન્યને ધેય દવા લાગ્યો. પછી જેમ સર નદીમાંથી ઈદનો એરાવત નામનો હાથી નિકળે, તેમ રેવા નદીમાંથી સહસતાંશુ રાજા બહાર નિકoકિનારે આવીને પોતાનું ધનુષ્ય તૈયાર કરી, જેમ વા. યુ રૂઉને ઉડાવે તેમ તે બાણ કરીને આકાશમાંના રાક્ષસોને ઉડાવવા લાગ્યો તેથી ત્રાસ પામીને રાક્ષસો સર્વ નાશી ગયા. એ વાતની રાવણને ખબર થતાં