________________
( ૩
)
શું તુ શા વાસ્તે લજવાય છે? આજથી તુ મારો ભાઈ છે. આ તબાહુ મુનીશ્વર જેવો તારો પિતા છે. તેવોજ હું મારો સમજું છું. હવે આઇથી જલદી જઈને પિતાનું રાજ્ય નિયપણે કર. બીજી પણ કેટલીએક પૃથ્વિ તને આપુ છું, તે લઈને અમે ત્રણે જણાને તુ પોતાના ભાઇની પેઠે સમજ. એમ કહીને તેને મુકી દીધો. ત્યારે સહસાસુ તેને કહેવા લાગ્યો કે–આ રાજ્ય મને શા સારૂ જોઈએ ? મને આ શરીરનુ પણ ખપ નથી. જે વ્રત મારા પિતાએ ગ્રહણ કર્યું છે, તે આ સંસારને નાશ કરનારૂ છે, તેનો આશ્ચય લેવો એજ કામે આવશે. માટે આજથી મેં પણ એજ માર્ગને ગ્રહણ કરો. જેને મોક્ષની ઈચ્છા છે તેને એ સિવાય બીજો કોઈ ઉપાય નથી. એમ કહી ને પોતાનાં પિતા પાસે તેણે દીક્ષા લીધી. અને પોતાના અજરેદ્ર (અનરણ્ય) નામના મિત્રને પોતે દીક્ષા લીધા વિશે એક ચાકરના મુખે કહાવ્યું. તેણે એ વાત સાંબળીને પિતાના મનને કહેવા લાગ્યું કે, મે તથા મારા મિત્ર સહમાંશુએ પ્રથમ સલાહ કરી હતી કે, આપણે બે સાથે દીક્ષા લઈશુ, તે પ્રતિજ્ઞા આજ પુરી કરવી જોઈએ પછી તેણે પિતાના દશરથ નામના પુત્રને રાજ્ય આપીને મુનિ વ્રત ગ્રહણ કર્યું. ત્યાર પછી રાવણ શતબાહુ તથા સહસ્ત્રાંસુને નમસ્કાર કરીને તથા સહસાંશુના પુત્રને ત્યાંના રાજા ઉપર બેસાડી ને પિતે વિમાનમાં બેશી આકાશ માર્ગે ચાલતો થયો.
એવે સમે નારદ મુની દોડતો દોડતો રાવણ પાસે આવીને કહેવા લા ગ્યો કે, હે રાજા અન્યાય છેઅન્યાય છે. એવી રીતે પોકાર કરતો થક રાવણ પાસે આવીને કહેવા લાગે,
હે રાજન રાજપુર નામના નગરને એક મરૂત નામનો મીઠાદી રા જા છે. તેણે બ્રાહ્મણના કહેવા ઉપર વિશ્વાસ રાખીને યજ્ઞ કરવા માંડ્યો છે, અને તેમાં હોમવા સારૂ લાવેલા પશુઓને ત્યાં બાંધી છે, તે મોટી બુમો કરવા લાગ્યા તે સાંભળીને મને દયા આવી તેથી આકાશથી નીચે ઊતરી તે ઠેકાણે જઈને તે રાજા તથા બ્રાહ્મણોને હું પુછવા લાગે કે, આ તમે શું કરો છે તે વારે મરૂત રાજાએ કહ્યું કે, આ બ્રાહ્મણોએ બતાવેલા યજ્ઞનો મે આરંભ કરે છે, તેમાં દેવતાઓની તૃપ્તિ કરવા સારૂ પશુઓને હેમવા એ યોગી છે. વર્ષ જવા વાસ્તે એ માટે ધર્મ કહે છે. તે માટે હુ પશુને યજ્ઞ કરૂ છુ. એવુ મરૂત રાજાનું કહેવું સાંભળીને મેં તેને કહ્યું કે, હે રા. જ એ યજ્ઞથી કાંઈ ફળ થતું નથી, તે દેવતાઓ પણ પ્રસન્ન થતા નથી, છે