________________
ગુરુ ગૌતમસ્વામી ફિકર નહીં, કે એની સામે કઈ ફરિયાદ નહીં. દેહનાં કષ્ટને જાણે તેઓ અંતરના અને આત્માના કલ્યાણમિત્રરૂપે કે આનંદરૂપે સામે ચાલીને આવકારે. અંતરની નિર્મળતા એ જ એમનું ધયેય. એ કાજે તેઓ પિતાનું જીવન અને સર્વસ્વ હોડમાં મૂકવા સદા તૈયાર જ હોય.
આવી આકરી હોય છે સંતની સાધના. એ સાધનાનાં ફળ દીન-દુખિયાને વિસામે અને નિરાધારને આધાર બની રહે છે.
જગતમાં દુઃખ-દર્દ, શેક-સંતાપ અને દીનતા-હતાશાને કંઈ પાર છે? સંતે એ બધાંયના નિવારણહાર બનીને નેધારાને આધાર બની જાય છે. ડૂબતો જીવ તરણાનું શરણું શોધે એ જીવવાની આશાએ. આશાની આ ફૂલવેલ કરમાઈ જાય તે જીવતે માનવી મરેલા જેવું બની જાય. - આશા માનવીને અસહ્ય કષ્ટોની સામે ઝૂઝવાની તાકાત આપે છે. આશાપે માનવી મરણની સામે જીવનને ટકાવી રાખવાની મથામણ કરી શકે છે. આશા અશરણુનું શરણુ અને અસહાયને સહારે બનીને એને ભાંગી પડતે બચાવી લે છે.
આશા છે તે બધું છે. આશા ગઈ તે બધું જ ગયું સમજવું. એટલા માટે જ તે આશાને અમર કહી છે.
આવી આશા સુભગ, મંગળકારી અને સંજીવની સમી ઉપકારક બની જાય છે.
- આશાનું એક બીજુ રૂપ પણ છે. એ જેવું લેભામણું છે, એવું જ છેતરામણું.
એ બીજુ રૂપ ધરાવતી આશાને પ્રાણ છે : લેભ, લાલચ અને લેલુપતા. એ જેને વળગે છે એ માનવી દીન, રંક અને નિસ્તેજ બની જાય છે અને, અગ્નિના સ્પર્શથી જેમ બીજ નિસાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org