________________
૧૪
ગુરુ ગૌતમસ્વામી
વૈશાલી નગરીને વિસ્તાર ઘણા હતાઃ સાચા અર્થમાં એ નગરી વિશાળ હતી. એ નગરીનાં અનેક પરાંએ હતાં. એનુ એક પુરુ દક્ષિણમાં હતું, તે બ્રાહ્મણકું ડપુર (ગ્રામ) નામે આળખાતું. એમાં મેટા ભાગની વસતી બ્રાહ્મણેાની હતી. એમના -નાયક હતા વિપ્રવય ઋષભદત્ત. એમનાં પત્નીનું નામ હતું દેવાન દા.
વૈશાલીની ઉત્તરે ક્ષત્રિયકુંડપુર (ગ્રામ) નામે પરું હતુ. એમાં મુખ્યત્વે જ્ઞાતૃકુલના ક્ષત્રિઓની વસતી હતી, અને એમના વડા હતા રાજા સિદ્ધાર્થ. રાજા સિદ્ધાર્થનાં લગ્ન રાજા ચેટકની -અહેન ત્રિશલાદેવી સાથે થયાં હતાં. તેઓ ભગવાન પાર્શ્વનાથની ધમ પર પરાના અનુયાયી હતા.
સિદ્ધાર્થ રાજા અને ત્રિશલાદેવીને એ પુત્ર અને એક પુત્રી હતાં. પુત્રીનું નામ સુદર્શના; મેટા પુત્રનુ ં નામ નવિધ ન અને નાના પુત્ર તે વધુ માન-મહાવીર. વમાનના જન્મ વિક્રમ પૂર્વે ૫૪૨ વર્ષે, ચૈત્ર સુદિ તેરસના રાજ, થયા હતા. જન્મથી જ ભવિજેતા વધ માનકુમારને ભયંકર ભેરીગ કે દૈત્ય-દાનવ જેવા દેહધારી પણ ડગાવી કે ડરાવી શકયો ન હતેા.
જન્મ-જન્માન્તરના યેાગસાધક આત્મા પેાતાની અધૂરી ચેગસાધનાને પરિપૂર્ણ કરવા જનમ્યા હોય, એવુ ભવ્ય, દિવ્ય પ્રશાંત, નિર્ભય અને અપ્રમત્ત વધમાન કુમારનું જીવન હતું. તપ, ત્યાગ સંયમ, વૈરાગ્ય અને તિતિક્ષાની ભાવના એમના રામરામમાં ધબકતી હતી. વિશ્વવત્સલતા, કરુણા અને સમતા એમના વ્યવહારમાંથી નીતરતી રહેતી હતી. રાજ્યસત્તાના મેહ, ભાગવિલાસની કામના અને સંપત્તિની આસક્તિ એમને સ્પશી શકતાં ન હતાં. એમનાં માતા-પિતા ભગવાન પાર્શ્વનાથની ધમ પર પરાનાં અનુયાયી હતાં, એટલે શ્રમણુધર્મોંના સંસ્કારો એમને પારણે ખૂલતાં ઝૂલતાં જ મળ્યા હતા. ત્રણુ જ્ઞાન (મતિ, શ્રુત, અવધિ)ની વિભૂતિ એમને જન્મ સાથે જ મળી હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org