________________
ગુરુ ગૌતમસ્વામી આ બે જીવોને આ ભવમાં ત્રીજા જીવ ધીસખા મંત્રી સાથે મેળાપ થયે. એ જ ભાવી નિગ્રંથ પિંગલક મુનિઃ સ્કંદકને અઘરા પ્રશ્નો પૂછીને એ પરિવ્રાજકને ભગવાન મહાવીર પાસે મોકલવાનું નિમિત્ત બનનાર સાધુ.
ત્રણે જીવો, પાપ-પુણ્યના પડછાયાથી મુક્ત થવા, ભગવાન તીર્થકરના સંયમમાગનું નિષ્ઠાપૂર્વક પાલન કરવા લાગ્યા.
ત્રણે દેવકમાં અને ત્યાંથી મનુષ્યલોકમાં
સંયમની સ્વચ્છ સરિતામાં ત્રણે જેનાં મન પાપમળથી મુક્ત બની નિર્મળ બનવા લાગ્યાં; અને એમણે જેટલી નિર્મળતા સાધી, એનું ફળ એમને તરત મળ્યું ઃ ત્રણે જ પિતાની પુણ્યપ્રકૃતિના બળે આઠમે દેવલેક પામ્યા.
- દેવભવનું આયુષ્ય પૂરું થયું એટલે વેગવાનને જીવ ગેબર ગામમાં વસુભૂતિ વિપ્રની પત્ની પૃથ્વીના પુત્ર ઈન્દ્રભૂતિ ગૌતમરૂપે બ્રાહ્મણકુળમાં અવતર્યો; ધનમાલાને જીવ સંવર ગામમાં સિદ્ધ રાજાની સમૃદ્ધિ પાણીની કુક્ષિથી ઔદક કાત્યાયન નામે ક્ષત્રિય કુળમાં ઉત્પન્ન થયે; અને ધીસખા મંત્રીને જીવ ચંપા , નગરીમાં તિલક શ્રેષ્ઠીને ત્યાં શીલવતીની કુક્ષિથી પિંગલક નામથી વશ્યકુળમાં અવતર્યો. જાણે ત્રણ મિત્રોએ આ ભવમાં પોતપોતાના જન્મથી બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય એ ત્રણ વર્ણને ત્રિવેણીસંગમ સાથે !
અને... અને આ ત્રણેને ભાગ્યગ પણ કે જૂની નેહગાંઠથી બંધાયેલા એ ત્રણે જીવે, આત્મભાવથી રંગાઈને, છેવટે ભગવાન મહાવીરના ભિક્ષુસંઘમાં ભળી ગયા !
સ્કંદક પરિવ્રાજકના આગમનના સમાચાર કહેતાં ભગવાન મહાવીરે ગૌતમસ્વામીને જે કહેલું કે “હે ગૌતમ! આજે તું તારા એક પૂર્વના ઓળખીતાને ઈશ-મળીશ”—એ આ પાંચ ભવેના સંબંધને જાણીને જ કહ્યું હશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org