________________
ગુડ ગૌતમસ્વામી તથા પહોળાઈ ૪૫ લાખ જનની છે. તેને અંત–છેડે પણ છે. કાળથી સિદ્ધિ કઈ દિવસ ન હતી એમ નથી, નથી એમ પણું નથી, તથા નહિ હેય એમ પણ નથી. ભાવથી સિદ્ધિ ભાવલેક પ્રમાણે જાણવી. એટલે કે દ્રવ્યસિદ્ધિ અને ક્ષેત્રસિદ્ધિ અંતવાળી છે; અને કાળસિદ્ધિ અને ભાવસિદ્ધિ અંત વિનાની છે.”
(૪) “તે જ પ્રમાણે સિદ્ધ પણ દ્રવ્યથી એક છે, અને અંતવાળે છે. ક્ષેત્રથી સિદ્ધ અસંખ્ય પ્રદેશવાળે છે તથા તેને અંત પણ છે. કાળથી સિદ્ધ આદિવાળા છે અને અંત વિનાના છે. ભાવથી સિદ્ધ અનંત જ્ઞાનપર્યવરૂપ છે, અનંત દર્શનાર્યવરૂપ છે, અનંત અગુરુલઘુ પર્યવરૂપ છે અને તેને અંત નથી.”
(૫) ““જીવ કેવી રીતે મરે તે તેને સંસાર વધે અને ઘટે” એ પ્રશ્નનો જવાબ આ છે ? મેં મરણના બે પ્રકાર જણાવ્યા છે ? બાલમરણ અને પંડિતમરણ. તેમાં બાલમરણના આર ભેદ કહ્યા છે. એ બાર પ્રકારના બાલમરણ વડે મરે, તે જીવ અનંત વાર નરયિક ભવને પામે છે; અનાદિ. અનંત તથા ચાર ગતિવાળા સંસારમાં રખડ્યા કરે છે તથા તે પ્રકારે પિતાના સંસારને વધારે છે. પંડિતમરણ પણ બે પ્રકારનું છે. એ બન્ને જાતના પંડિતમરણ વડે મરતે જીવ પોતે નૈરયિકના અનંત ભવને પામતે નથી; સંસારરૂપ વનને વટી જાય છે, તથા તે પ્રકારે તે જીવને સંસાર ઘટે છે.”
–“ભગવતીસાર,” પૃ. ૧૭૩-૧૭૭ (ટૂંકાવીને). જાણે બિંદુમાં સિંધુ સમાવતા હોય એમ ધર્મના અને જીવનના સારનું દાન કરતી ભગવાનની વાણીને ઔદક ભાવપૂર્વક અંતરમાં ઝીલી રહ્યા અને ભગવાનની અનુમતિ લઈને એમના ધર્મસંઘમાં ભળી ગયા.
પ્રભુના શાસનની આવી પ્રભાવના અને પિતાના જન્મજન્માંતરના ધર્મમિત્રને ઉદ્ધાર થયેલાં જોઈને ગુરુ ગૌતમ પ્રસન્ન પ્રસન્ન થઈ ગયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org