________________
ગુરુ ગીતમસ્વામી - ગૌતમના કથનમાં કઈ પણ જીવ પોતાની ભૂલથી પિતાને સંસાર અને પિતાના કર્મને ભાર વધારી ન બેસે એવી કરુણા ભરી હતી.
સામે આનંદ પણ સત્યના ઉપાસક હતા. અને પૂજ્ય પુરુષને પણ, સમતા અને વિવેકપૂર્વક, સાચી વાત કહેવાનાં તેજ અને નિર્ભયતા એમના અંતરમાં પ્રગટયાં હતાં. એમણે વિનયથી પૂછ્યું : “ભગવાન, શું તીર્થકરના શાસનમાં સાચી વાત કહેવા માટે પણ પ્રાયશ્ચિત્ત લેવું પડે છે? હું કશું મિથ્યા બે નથી, મેં આપને કહ્યું એટલું મેટું અવધિજ્ઞાન મને થયું છે, એ વાત સાચી છે. છતાં આપે એ વાતને બેટી કહી, માટે એ દેશનું પ્રાયશ્ચિત્ત આપે કરવું ઘટે!” આનંદની વાણુમાં લેશ પણ કટુતા કે અવિવેક નહીં પણ દઢતા રણકતી હતી.
ગુરુ ગૌતમ તે સરળ પરિણામી જીવ હતા; અને અનાગ્રહ અને સત્ય તરફને આદર એમને સહજ ગુણ હતે. પ્રભુના ધર્મશાસનને પણ એ જ સાર હતે. આનંદનું કહેવું સાંભળીને એમનું અંતર શક્તિ અને બેચેન થઈ ગયું : રખે મિથ્યા વાતનું પિષણ કરીને હું મારે સંસાર વધારી બેસે! અને તરત જ એમના ચિત્તે સમાધાન આપ્યું ઃ ત્રિકાળજ્ઞાની પ્રભુ સ્વયં બિરાજે છે. ત્યાં પછી ચિંતા કેવી ? હમણાં પ્રભુને પૂછીને સત્ય જાણી લઉં અને દેષ થયે હેય તે એની ક્ષમા માગી લઉં.
ભગવાન પાસે પહોંચીને ગૌતમસ્વામીએ બધી વાત કરી અને આ પ્રસંગમાં કોનું કથન પ્રાયશ્ચિત્ત લેવા જેવું છે, તે જણાવવા વિનતિ કરી.
- ભગવાન તે વિતરાગ પુરુષ હતા; એમને ન ગૌતમ તરફ રાગ હતું, ન આનંદ પ્રત્યે દ્વેષ; મારા-તારાપણાના મેહ અને બંધનથી તેઓ સર્વથા મુક્ત હતા. એમને ન કેઈપિતાનો પક્ષ હતો કે ન કઈ પરાયે પક્ષ હતે. સત્યને પક્ષ એ જ એમને પિતાને પક્ષ હતે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org